Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ઓઇલ એન્જિન ક્ષેત્રે ક્રાંતિ સર્જનાર, દેશ વિદેશમાં ભારે નામના મેળવનાર ફિલ્ડ માર્શલના પોપટભાઈ પટેલ (પોપટભાઈ નરસિભાઈ કણસાગરા)નું ૮૬ વર્ષની વયે અત્યારે રાત્રે દુઃખદ અવસાન થયું છે

રાજકોટ ખાતે રામકૃષ્ણનગર વેસ્ટ, દિપક, ખાતેથી આવતીકાલે સવારે ૮.૩૦ વાગે તેમની સ્મશાન યાત્રા નીકળશે. ફિલ્ડ માર્શલ ગ્રુપના છગનભાઈ પટેલના તેઓ નાનાભાઈ થાય છે અને ચંદ્રકાંતભાઈ, નીતિનભાઈ, દીપકભાઈ સહિત ત્રણ પુત્રો અને પુત્રીના બહોળા પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે. અનેક દેશોનો પ્રવાસ તેમણે ખેડેલો અને જાપાનમાં એક ઉદ્યોગપતિ તરીકે જનાર પ્રથમ ભારતીય હતા. ૧૯૬૩માં રાજકોટ ખાતે  પી એમ ડીઝલ્સની સ્થાપના કરી હતી.

(11:52 pm IST)