Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

સાંસદ જયા બચ્ચનની સંજય રાઉતના સમર્થનમાં પ્રતિક્રિયા : કહ્યું - ફક્ત 11 લાખ માટે ત્રાસ આપવામાં આવ્યો

નક્કી અમારું સંજય રાઉતને પૂર્ણ સમર્થન છે, તેને વગર કારણે ત્રાસ અપાય છે, EDની કામ કરવાની પદ્ધતિ સામે પ્રશ્ન ચિહ્ન નિર્માણ થયો : જયા બચ્ચન

મુંબઇ તા.03 : શિવસેનાના સાંસદ સંજય રાઉતની ED દ્વારા કરવામાં આવેલ ધરપકડને લઈ વિવિધ સ્તરોએ પ્રતિક્રિયા ઉમટી રહી છે. ત્યારે આ મામલે અભિનેત્રી તથા સાંસદ જયા બચ્ચને પણ પ્રતિક્રિયા આપી છે. તેમજ અપ્રત્યક્ષરિતે ભાજપ પર આરોપ પણ લગાવ્યા હતા.

હાલમાં ટ્વીટ પર એક વિડીયો વાઇરલ થયો છે. એમાં સંજય રાઉતની ધરપકડ કરવા માટે ઇડીનો દુરપયોગ થયો હોય એવું તમને લાગતું નથી? એવો પ્રશ્ન જયા બચ્ચન પૂછવામાં આવ્યો છે. તેના પર જયા બચ્ચને કહ્યું કે નક્કી અમારું સંજય રાઉતને પૂર્ણ સમર્થન છે. તેને વગરકારણે ત્રાસ આપવામાં આવે છે. હાલમાં ઇડીની કામ કરવાની પદ્ધતિ સામે પ્રશ્ન ચિહ્ન નિર્માણ થયો છે. ફક્ત ૧૧ લાખ રૃપિયા માટે તમે આવી રીતે ત્રાસ આપી રહ્યા છે. આ સિવાય સંજય રાઉતની માતા સંબંધે પૂછવામાં આવ્યું હતું.

રાઉતની માતા ખૂબ જ વૃદ્ધ છે. તે મને ખબર છે એમ કહ્યું હતું. ઇડીની આવા પ્રકારની કાર્યવાહી કેટલા દિવસ ચાલશે એવું તમને શું લાગે છે એવું પૂછતા જયાબચ્ચને કહ્યું કે વર્ષ ૨૦૨૪ સુધી.

(11:09 pm IST)