Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ક્રેડિટ કાર્ડનો ખર્ચ જૂનની તુલનાએ ૪.૪ ટકા ઘટીને ૧.૦૯ લાખ કરોડ

ક્રેડિટ કાર્ડ ખર્ચનો આંકડો એક લાખ કરોડની ઉપરઃજૂનમાં બેન્કિંગ સિસ્ટમમાં ૧૮.૪ લાખ નવા ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરાયા ઃ કુલ ક્રેડિટ કાર્ડની સંખ્યા ૭.૮૭ કરોડે પહોંચી

મુંબઇ, તા.૩: રિઝર્વ બેક્નના આંકડા મુજબ જૂનમાં માસિક તુલનાએ ક્રેડિટ કાર્ડ થકી કુલ ખર્ચ ૪.૪ ટકા ઘટીને રૃ. ૧.૦૯ લાખ કરોડ થયો છે. આ સાથે સતત ચોથા મહિને ક્રેડિટ કાર્ડ ખર્ચનો આંકડો રૃ. ૧ લાખ કરોડની ઉપર રહ્યો છે જે મહત્વપૂર્ણ બાબત છે.

જો વાર્ષિક સરખામણીએ વાત કરીયે તો ક્રેડિટ કાર્ડ ખર્ચમાં ૭૩ ટકાનો જંગી વધારો થયો છે. નોંધનીય છે કે, મે મહિનામાં ક્રેડિટ કાર્ડ ખર્ચ રૃ. ૧.૧૪ લાખ કરોડની ઐતિહાસિક ઉંચાઇએ પહોંચ્યુ હતુ.

જૂનમાં બેક્નિંગ સિસ્ટમમાં ૧૮.૪ લાખ નવા ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરાયા છે અને આ સાથે કુલ ક્રેડિટ કાર્ડની સંખ્યા ૭.૮૭ કરોડે પહોંચી છે. વિદેશની જેમ ભારતીયોમાં પણ નાણાંકીય ખર્ચાઓ માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનું ચલણ જોખમી રીતે વધી રહ્યુ છે.

ફાઇનાન્સિયલ માર્કેટના જાણકારોનું કહેવુ છે કે, મે મહિનાની તુલનાએ નજીવો ઘટાડો થયો હોવા છતાં જૂનમાં ક્રેડિટ કાર્ડ ખર્ચ એકંદરે મજબૂત રહ્યુ છે, જે નવા કાર્ડ ઇશ્યૂ અને કોમર્શિયલ કાર્ડના ખર્ચમાં વૃદ્ધિને આબારી છે. મોંઘવારી, મંદી અને મર્યાદિત આવકની ચિંતાઓ ભારતીયોએ બિનજરૃરી ખર્ચમાં કાપ મૂક્યો છે અને હાલ વિવેકાપૂર્ણ રીતે ખર્ચ કરી રહ્યા છે.

 

(7:38 pm IST)