Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

પૂર્વ મુખ્યમંત્રી ભજન લાલના પુત્ર અને હરિયાણા કોંગ્રેસના ધારાસભ્ય કુલદીપ બિશ્નોયે કોંગ્રેસને લાત મારી, ભાજપનો કેસરિયો અપનાવ્યો

આદમપુરના કોંગ્રેસના ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈએ  હરિયાણા વિધાનસભામાંથી રાજીનામું આપ્યું છે.  કુલદીપે તેમની પત્ની અને પૂર્વ ધારાસભ્ય રેણુકા બિશ્નોઈની હાજરીમાં વિધાનસભા અધ્યક્ષ જ્ઞાનચંદ ગુપ્તાને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું.  આ દરમિયાન તેમણે કહ્યું કે કોંગ્રેસ હવે ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની પાર્ટી નથી રહી.  બિશ્નોઈ ગુરુવારે ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.  કુલદીપ, (ઉ.૫૩) આદમપુરથી બે વખત સંસદ સભ્ય અને ચાર વખત વિધાનસભાના સભ્ય છે.  તેઓ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભજન લાલના નાના પુત્ર છે.

(7:35 pm IST)