Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

કોંગ્રેસ હેડ ક્વાર્ટર પર ગમે તે ઘડીએ ઇડી ત્રાટકશે : નેશનલ હેરાલ્ડની ઓફિસ સીલ : ત્રણ કોંગી દિગજ્જ કોંગી પત્રકાર પરિષદ સંબોધવા તૈયાર

નવી દિલ્હી : રાષ્ટ્રીય સમાચાર સંસ્થાના જણાવ્યા મુજબ ગમે ત્યારે ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટની ટિમ ઇડી કોંગ્રેસ ભવન દિલ્હી ખાતે ત્રાટકી શકે છે, નેશનલ હેરાલ્ડની ઓફિસ પર ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ નેશનલ હેરાલ્ડની ઓફિસને સીલ કરી દીધી છે.

ત્યારે કોંગ્રેસના ત્રણ દિગજ્જ નેતાઓ વિરોધપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા જયરામ રમેશ,તેમજ કોંગ્રેસ પક્ષના નેતા અને સુપ્રીમકોર્ટમાં વકીલ અભિષેક મનુ સિંઘવી આ મુદ્દે કોંગ્રેસ ભવનથી પત્રકાર પરિષદ સંબોધશે,તેવી ચર્ચાઓએ મીડિયામાં જોર પકડ્યું છે.

   

 

(6:56 pm IST)