Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

સંયુકત રાષ્‍ટ્રમાં રૂચિરા કંબોજ ભારતના પ્રથમ મહિલા દૂત બનશે

નવી દિલ્‍હી તા. ૩ : સંયુકત રાષ્‍ટ્રના ભારતના પ્રતિનિધિ રૂચિરા કંબોજ ૧૯૮૭ બેચના ભારતીય વિદેશ સેવા (આઇએફએસ) અધિકારી છે. સંયુકત રાષ્‍ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધી તરીકેનો કાર્યભાર સંભાળ્‍યો છે. તમને જણાવી દઇએ કે રૂચિરા કંબોજ અમેરિકાના ન્‍યુયોર્કમાં સંયુકત રાષ્‍ટ્રના મુખ્‍યાલયમાં ભારતના પ્રથમ મહિલા કાયમી પ્રતિનિધિ હશે રૂચિરા કંબોજે સંયુકત રાષ્‍ટ્રમાં ભારતના સ્‍થાયી પ્રતિનિધિ ટી.એસ.તિરૂમૂર્તિનું સ્‍થાન લીધું છ.ે
રૂચિરા કંબોજે કહ્યું હું સંયુકત રાષ્‍ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ તરીકેન્‍યુયોર્ક પહોંચી છું સુરક્ષા પરિષદમાં આજે મારા તમામ સાથી રાજદૂતોને મળીને ખૂબ આનંદ થયો

 

(4:12 pm IST)