Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

જો તાઇવાનમાં યુધ્‍ધ ફાટી નીકળશે તો કાર અને મોબાઇલ કંપનીઓ મુશ્‍કેલીમાં મુકાશે

ચાઇના તાઇવાન કટોકટી ૨૦૨૨ : સેમિકન્‍ડકટર્સના કિસ્‍સામાં વિશ્વ તાઇવાન પર નિર્ભર છે : અડધાથી વધુ સેમિકન્‍ડકટર સપ્‍લાય કરે છે

નવી દિલ્‍હી તા. ૩ : ચીન અને તાઈવાન (ચાઈના તાઈવાન ક્રાઈસિસ ૨૦૨૨) વચ્‍ચે દાયકાઓથી ચાલી રહેલ ઝઘડો છેલ્લા કેટલાક દિવસોથી ચરમસીમાએ પહોંચ્‍યો છે. યુએસ સ્‍પીકર નેન્‍સી પેલોસીની તાજેતરની તાઇવાન મુલાકાતે ફરી એકવાર સંકટ ઉભું કર્યું છે. આ મુલાકાતના સમાચાર સામે આવ્‍યા બાદથી ચીન સતત ચેતવણી આપી રહ્યું હતું અને હવે તાઈવાનની ખાડીમાં યુદ્ધ શરૂ ન થઈ જાય તેવો ભય વધુ ઘેરો બન્‍યો છે. આ તમામ ઘટનાક્રમ વચ્‍ચે બીજી એક ચિંતા વિશ્વને પરેશાન કરી રહી છે. ઓટો ઈન્‍ડસ્‍ટ્રીથી લઈને સ્‍માર્ટફોન ઈન્‍ડસ્‍ટ્રી પહેલાથી જ ચિપની અછતથી પરેશાન છે. જો તાઈવાનમાં પરિસ્‍થિતિ વધુ વણસી તો આ કટોકટી વધુ ગંભીર બની શકે છે કારણ કે આ નાનો દેશ સેમિકન્‍ડક્‍ટર્સની દ્રષ્ટિએ વિશ્વની ફેક્‍ટરી છે.

સેમિકન્‍ડક્‍ટરના કિસ્‍સામાં તાઇવાનનો ઉદભવ વર્ષ ૧૯૮૫માં શરૂ થયો હતો. તાઇવાનની સરકારે મોરિસ ચાંગને તેમના દેશમાં ઉભરતા સેમિકન્‍ડક્‍ટર ઉદ્યોગના વિકાસ માટે બ્‍લુપ્રિન્‍ટ તૈયાર કરવાનું કામ સોંપ્‍યું હતું. આ પછી, ૧૯૮૭ માં, તાઇવાન સરકાર, મોરિસ ચાંગ, ચાંગ ચુન મોઇ અને ત્‍સેંગ ફેન ચેંગે મળીને ‘તાઇવાન  સેમિકન્‍ડક્‍ટર મેન્‍યુફેક્‍ચરિંગ કંપની'ની સ્‍થાપના કરી. આજે તે વિશ્વની સૌથી મોટી સેમિકન્‍ડક્‍ટર કંપની છે. સેમિકન્‍ડક્‍ટર્સના કિસ્‍સામાં આ કંપનીના વર્ચસ્‍વનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે એક સમયે TSMC વૈશ્વિક બજારની ૯૨ ટકા માંગને સંતોષતી હતી. તે જ સમયે, બીજા ક્રમની દક્ષિણ કોરિયન કંપની સેમસંગનો હિસ્‍સો માત્ર ૮ ટકા સુધી મર્યાદિત હતો.

વર્ષ ૨૦૨૦ માં કોરોના રોગચાળાની શરૂઆત પછી, તાઇવાનનો સેમિકન્‍ડક્‍ટર ઉદ્યોગ ખરાબ રીતે પ્રભાવિત થયો હતો. જોકે, આ પછી પણ સેમિકન્‍ડક્‍ટર ઉદ્યોગમાં તાઈવાનનું વર્ચસ્‍વ બરકરાર છે. તાઈપેઈ સ્‍થિત રિસર્ચ ફર્મ ટ્રેન્‍ડફોર્સના ડેટા અનુસાર, ૨૦૨૦માં સેમિકન્‍ડક્‍ટર ઉદ્યોગની કુલ વૈશ્વિક આવકમાં તાઈવાની કંપનીઓનો હિસ્‍સો ૬૦ ટકાથી વધુ હતો. TSMC એ આમાં સૌથી વધુ ફાળો આપ્‍યો હતો. TSMC હજુ પણ વિશ્વની સૌથી મોટી સેમિકન્‍ડક્‍ટર કંપની છે અને Apple, Qualcomm, Nvidia, Microsoft, Sony, Asus, Yamaha, Panasonic જેવી જાયન્‍ટ્‍સ તેના ક્‍લાયન્‍ટ છે.

સેમિકન્‍ડક્‍ટરનો ઉપયોગ ઈલેક્‍ટ્રોનિક્‍સ, કોમ્‍પ્‍યુટર, સ્‍માર્ટફોન, કાર સેન્‍સરમાં મોટા પ્રમાણમાં થાય છે. સેમિકન્‍ડક્‍ટરનું ઉત્‍પાદન એ એક જટિલ કાર્ય છે, ડિઝાઇન કંપનીઓથી લઈને ઉત્‍પાદન કંપનીઓ સુધી. આ ઉપરાંત, સેમિકન્‍ડક્‍ટર ઉદ્યોગના નેટવર્કમાં સામગ્રી અને મશીનરી સપ્‍લાય કરવા માટે ટેકનોલોજી સપ્‍લાય કરતી કંપનીઓનો સમાવેશ થાય છે. તાઇવાનની અગ્રણી સેમિકન્‍ડક્‍ટર કંપની TSMC મુખ્‍યત્‍વે ઉત્‍પાદન પર ધ્‍યાન કેન્‍દ્રિત કરે છે. TSMC નું મહત્‍વ એ હકીકત પરથી પણ સમજી શકાય છે કે તે સેમસંગની સાથે વિશ્વની એવી કેટલીક કંપનીઓમાંથી બે છે જે સૌથી અદ્યતન ૫-નેનોમીટર ચિપ્‍સનું ઉત્‍પાદન કરે છે.

ચીનની વાત કરીએ તો તે તાઈવાનથી માઈલ પાછળ છે. તાઇવાનની વ્‍લ્‍પ્‍ઘ્‍ વર્ષ ૨૦૨૦માં આવકની દ્રષ્ટિએ પ્રથમ સ્‍થાને હતી. બીજા નંબર પર પણ તાઈવાનની અન્‍ય કંપની શ્‍પ્‍ઘ્‍નો કબજો હતો. દક્ષિણ કોરિયાની કંપની સેમસંગ ત્રીજા સ્‍થાને હતી. તે પછી અમેરિકન કંપની ગ્‍લોબલ ફાઉન્‍ડ્રીઝ ચોથા સ્‍થાને હતી. ચાઇનીઝ કંપની લ્‍પ્‍ત્‍ઘ્‍ સેમિકન્‍ડક્‍ટર ઉદ્યોગમાં નંબર પાંચ કંપની હતી. અત્‍યારે વ્‍લ્‍પ્‍ખ્‍ઘ્‍ કોરોના રોગચાળા દરમિયાન ચિપની અછત બાદ અન્‍ય ઘણા દેશોમાં પ્‍લાન્‍ટ સ્‍થાપી રહી છે. આ માટે તાઈવાનની આ કંપનીએ ર્ષ્‍ીશ્‍ફૂશ્વ વ્‍ફૂણૂત્ર્, ખ્‍ણૂફૂશ્વ, ષ્‍લ્‍પ્‍ઘ્‍, ખ્‍ષ્ટષ્ટશ્રફૂ જેવી કંપનીઓ સાથે જોડાણ કર્યું છે.

(11:11 am IST)