Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

પૈસાદાર મિત્રો ધરાવતો ગરીબ માણસ જલદી ધનવાન બને છે

સંશોધકોની એક ટીમે ફેસબુકના ૭.૨ કરોડ લોકોના ડેટાનો અભ્‍યાસ કર્યો

ન્‍યૂયોર્ક,તા.૩: જે ગરીબ વ્‍યકિતના મિત્રો તેની સરખામણીમાં પૈસાદાર હોય ગરીબ માણસની ઘનાઢય બનવાની શકયતા વધુ રહે છે એવું એક સંશોધનમાં બહાર આવ્‍યું છે. આ માટે ફેસબુક પર કેટલાક અબજોપતિ મિત્રોનો સ્‍ટડી કરવામાં આવ્‍યો હતો.. જો કે આવું પહેલા પણ ધ્‍યાનમાં આવ્‍યું હતું પરંતુ આ વખતે મોટા પાયે સેમ્‍પલ મળે તે માટે સોશિયલ સાઇટ ફેસબૂકનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો. નેચર પત્રિકામાં પ્રકાશિત માહિતી મુજબ અમેરિકાના સંશોધકોની એક ટીમે ફેસબુકના ૭.૨ કરોડ લોકોના ડેટાનો અભ્‍યાસ કર્યો હતો.

દુનિયામાં આ સોશિયલ સાઇટનો ૩ અબજ લોકો ઉપયોગ કરે છે. ૨૫ થી ૪૪ વર્ષના લોકોની આ જાણકારી ગૂપ્ત રાખવામાં આવી હતી. અમેરિકામાં રહેનારા તેમના સાચા મિત્રો છે એમ માનીને ડેટા બેઝ તૈયાર કરવામાં આવ્‍યો હતો. અલ્‍ગોરિધમના આધારે સંશોધકોએ આ લોકોને સામાજિક, આર્થિકથી માંડીને વિવિધ કેટેગરીમાં વર્ગીકૃત કર્યા હતા. કોઇ પણ વ્‍યકિતના આર્થિક લેવલની ઉપર કેટલા મિત્રો છે તેના આંકને ઇકોનોમિસ્‍ટ કનેકટેડનેસ નામ આપ્‍યું હતું. આ સમગ્ર પ્રક્રિયા ડેટા બેઝ તૈયાર  કરવામાં આવ્‍યો હતો. હાવર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રીએ જે જુદી જુદી બાબતોનો આધાર રાખીને જે તારણ કાઢયું તે રસપ્રદ રહયું હતું.

(11:07 am IST)