Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

દિલ્હી એરપોર્ટ પર બેદરકારીનો એક મામલો સામે આવ્યો ! : લેંડિંગ પહેલા કાર ઈન્ડિગો પ્લેનની નીચે ઘૂસી ગઈ

કાર પ્લેનના પૈડાં સાથે અથડાવાથી માંડ માંડ બચી : એરક્રાફ્ટ સેફ્ટી સાથે આટલી મોટી બેદરકારીની તપાસના આદેશ આપવામાં આવ્યા

દિલ્લી તા.02 : દિલ્હી એરપોર્ટ પર બેદરકારીનો એક મામલો સામે આવ્યો છે. અહીં મંગળવારે એક કાર ઈન્ડિગો પ્લેન નીચે આવી ગઈ હતી. જોકે, આ દરમિયાન કાર પ્લેનના પૈડાં સાથે અથડાવાથી માંડ માંડ બચી હતી અને સદ્નસીબે મોટી દુર્ઘટના ટળી હતી. કહેવામાં આવી રહ્યું છે આ કાર GO First એરલાઈનની હતી.

મંગળવારે દિલ્હી એરપોર્ટ પર આ અકસ્માત થયો હતો. આ કાર ગો ફર્સ્ટ એરલાઇનની હતી. આ અકસ્માત એરપોર્ટના T2 ટર્મિનલના સ્ટેન્ડ નંબર 201 પર થયો હતો. અહીં ગો ફર્સ્ટ એરલાઇન કાર ઇન્ડિગોની A320neo ફ્લાઇટ હેઠળ આવી હતી. ડીજીસીએ આ મામલે તપાસ કરશે. જો કે આ દરમિયાન કાર પ્લેનના વ્હીલ સાથે અથડાતા બાલબાલ બચી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.

ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટના ટર્મિનલ 2 પર પાર્ક કરેલા ઈન્ડિગો પ્લેનની નીચે કાર ઘૂસી ગઈ હતી. ત્યારે એરક્રાફ્ટ સેફ્ટી સાથે આટલી મોટી બેદરકારીની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. કાર ત્યાં કેવી રીતે પહોંચી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. તેમજ ડ્રાઈવરનો આલ્કોહોલ ટેસ્ટ કરવામાં આવ્યો છે. તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. અધિકારીઓ ડ્રાઈવરને પૂછપરછ કરી રહ્યા છે કે તે વાહન લઈને ત્યાં કેમ ગયો હતો.

(10:10 pm IST)