Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલનું ઇન્સ્ટા. એકાઉન્ટ હેક : હેકરે જ ટ્વિટ કરી માહિતી આપી

હેકરે પ્રાઇવેટ ચેટના સ્ક્રીનશોટ પણ શેર કર્યા : અગાઉ રાજસ્થાન રોયલ્સનું એકાઉન્ટ પણ થયું હતું હેક

નવી દિલ્હી તા.02 : ટીમ ઇન્ડિયાના સ્ટાર સ્પિનર બોલર યુઝવેન્દ્ર ચહલ હાલ વિરામ પર છે. ચહલ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાની રમતમાં નથી. ત્યારે હાલ આ બધાની વચ્ચે યુઝવેન્દ્ર ચહલનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઇ ગયું છે, આ ઘટનાની જાણકારી એકાઉન્ટ હેકરે ટ્વીટ દ્વારા આપી છે, એટલું જ નહીં તેની પ્રાઇવેટ ચેટનો સ્ક્રીનશોટ પણ જાહેર કરવામાં આવ્યો છે, જે વાયરલ થઇ રહ્યો છે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ આ સમયે બ્રેક પર છે. ચહલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનો સભ્ય નથી. આ વચ્ચે યુઝવેન્દ્ર ચહલનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું છે. આ ઘટનાની જાણકારી એકાઉન્ટ હેક કરનારે ટ્વીટ દ્વારા આપી છે, એટલું જ નહીં તેના પ્રાઇવેટ ચેટના સ્ક્રીનશોટ પણ પબ્લિક કરી દેવામાં આવ્યા છે, જે ખુબ વાયરલ થઈ રહ્યાં છે.

યુઝવેન્દ્ર ચહલનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરવાનું કારનામુ કોઈ બીજાએ નહીં પરંતુ તેની આઈપીએલ ટીમ રાજસ્થાન રોયલ્સે કર્યુ છે. પરંતુ આ બધુ મજાકમાં કરવામાં આવ્યું છે. રાજસ્થાન રોયલ્સે ટ્વીટ કરી યુઝવેન્દ્ર ચહલના ઇન્સ્ટાગ્રામ હેક કરવાની જાણકારી આપી છે. તેમણે એક ફોટો પણ શેર કર્યો છે, જેમાં યુઝવેન્દ્ર ચહલની પ્રાઇવેટ ચેટના સ્ક્રીનશોટ જોવા મળી રહ્યાં છે.

રાજસ્થાન રોયલ્સે ટ્વિટર પર યુઝવેન્દ્ર ચહલની ચેટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે, જેમાં તેની પત્ની ધનશ્રી વર્મા, સંજૂ સેમસન, એમએસ ધોની, જોસ બટલર, ભારતીય ક્રિકેટ ટીમ અને રોહિત શર્માના એકાઉન્ટથી કરવામાં આવેલા છેલ્લા મેસેજ જોવા મળી રહ્યાં છે. યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માની છેલ્લી મેચ છે કે તમે પરત આવી ગયા અમારા વીડિયોમાં. તો રોહિત શર્માએ લખ્યું કે એકાઉન્ટ ડિલીટ કરી દે. ચહલની ચેટનો સ્ક્રીનશોટ ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આઈપીએલ 2022 દરમિયાન યુઝવેન્દ્ર ચહલે પણ રાજસ્થાન રોયલ્સનું ટ્વિટર એકાઉન્ટ હેક કર્યું હતું. યુઝવેન્દ્ર ચહલે ખુદને ટીમનો કેપ્ટન બનાવવાનું ટ્વીટ કર્યુ હતું. ફેન્સ ચહલને શુભેચ્છા આપવા લાગ્યા હતા. ત્યાં સુધી કે ટીમના કેપ્ટન સંજૂ સેમસને પણ ચહલને શુભેચ્છા આપી દીધી હતી. ત્યારબાદ ખુલાસો થયો કે ચહલે મજાક કરી છે. ચહલે ટ્વિટર પર જાહેરાત કરી હતી કે તે ટીમનું એકાઉન્ટ હેક કરવા જઈ રહ્યો છે.

(9:21 pm IST)