Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

હિન્દુ પરિવારમાં જનમ્યા હતા મહમદ ઝીણા : કાઠિયાવાડમાં રહેતો હતો તેમનો પરિવાર

પાકિસ્તાનના સ્થાપક મહમદ અલી ઝીણાના પિતાનો જન્મ હિંદુ પરિવારમાં થયો હતો. આક્રોશને કારણે તેણે પોતાનો ધર્મ બદલ્યો. તે મુસ્લિમ બન્યા. તે ફકત આ ધર્મ સાથે જ જીવતા ન હતો, પરંતુ તેના બાળકો પણ આ ધર્મને અનુસર્યા. પછી મોહમ્મદ અલી ઝીણાએ ધર્મના આધારે પાકિસ્તાન બનાવ્યું. લાઇવ ટીવી ન્યુઝ ૧૮ ના અહેવાલ મુજબ ઝીણાનો પરિવાર મુખ્યત્વે ગુજરાતના કાઠિયાવાડનો હતો. તેના દાદાજી હિન્દુ હતા. તે કાઠિયાવાડના પાનેલી ગામના રહેવાસી હતા. તેઓએ માછલીના ધંધામાંથી ખૂબ કમાણી કરી હતી. તે એવા ઉદ્યોગપતિ હતા જેનો ધંધો વિદેશમાં પણ હતો. પરંતુ તેમની જ્ઞાતિને તેનો આ માંસાહારી ધંધો પસંદ ન હતો જેનો ખુબ વિરોધ થયો. તેનો બહિષ્કાર ચાલુ રહ્યો. તેની વિશેષ જાણકારી અકબર એસ અહેમદ ના પુસ્તક 'જિન્નાહ, પાકિસ્તાન એન્ડ ઇસ્લામિક આઇડેન્ટીટી'માં વિગતવાર આપવામાં આવી છે.

પરિવારના એ પુત્ર ને તેના પિતા અને પરિવારનો બહિષ્કાર એટલો અપમાનજનક લાગ્યો કે ગુસ્સે થઈને તેણે પત્ની અને પોતાના ચાર પુત્રોનો ધર્મ જ બદલી નાખ્યો અને મુસ્લિમ બની ગયા. તે કાઠિયાવાડથી કરાંચી ચાલ્યા ગયા ત્યાં તેનો ધંધો વિકસ્યો. તે એટલો સમૃદ્ઘ ઉદ્યોગપતિ બન્યા કે તેની કંપનીની ઓફિસ લંડનમાં ખોલવામાં આવી. એવું કહેવામાં આવે છે કે ઝીણાના ઘણા સંબંધીઓ હજી પણ હિન્દુ છે અને ગુજરાતમાં જ રહે છે.!

(11:41 am IST)