Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ખુલતા બજારે સતત બીજા દિવસે સોના- ચાંદીની કિંમતમાં ઘટાડો

સોનાના વાયદાનો ભાવ 0.32 ટકા અને 0.53 ટકા ઘટ્યો

નવી દિલ્હી :   ભારતમાં સતત બીજા દિવસે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. સવારે 9:15 વાગ્યે MCX પર ઓક્ટોબર વાયદાનો ભાવ 0.32 ટકાના ઘટાડા સાથે 47,933 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. જ્યારે ચાંદીની કિંમતમાં પણ ઘટાડો જોવો મળ્યો છે. મંગળવારે ચાંદીની કિંમત પ્રતિ કિલોગ્રામ 67,528 જોવા મળી હતી, જે સોમવારની સરખામણીમાં 0.53 ટકા ઓછી છે.

  જાણકારોનું માનવું છે કે, આ વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ ગત રેકોર્ડને તોડીને 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. જોકે, હજુ તેમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. એવામાં રોકાણકારો 6 મહિનાની અવધિ અને સ્ટોપલોસ લગાવીને ખરીદી કરે તો નફો મેળવી શકે

(10:40 am IST)