Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

શહેરમાં ગઇકાલે રેકોર્ડ બ્રેક અ.. ધ.. ધ.. ધ ૮૦ કેસ આવતા લોકોમાં ભય ફેલાયો

કોરોનાના નવા ૪૫ કેસ ૨૫ દર્દીઓ સાજા થયા

કુલ આંક ૧૩૫૩: આજ દિન સુધીમાં કુલ ૬૦૫ દર્દીઓ સાજા થયાઃ કુલ રિકવરી રેટ ૪૪.૭૦ ટકાઃ ગઇકાલે ૬૧૪ સેમ્પલ લેવાયા

રાજકોટ,તા.૩: શહેરમાં કોરોનાનો આંક કુદકે કે ને ભુસકે વધતો જાય છે ત્યારે ગઇકાલે રેકોર્ડ બ્રેક અ..ધ..ધ..ધ.. ૮૦ કેસ આવતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. આજ બપોર સુધીમાં વધુ ૪૫  રિપોર્ટ પોઝિટિવ આવતા શહેરનો કુલ આંક ૧૩૫૩ થયો છે. આજદિન સુધીમાં કુલ ૬૦૫  દર્દીઓ સજા થયા છે. શહેરનો કુલ રિકવરી રેટ ૪૪.૭૧ ટકા છે.

આ અંગે મ્યુ.કર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ તા.૩ ઓગ્સ્ટનાં બપોરે ૧૨વાગ્યા સુધીમાં કુલ ૪૫ કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે.શહેરનો કુલ આંક ૧૩૫૩ થયો છે.

ગઇકાલે કુલ ૬૧૪ સેમ્પલ પૈકી ૮૦ રિપોર્ટ પોઝિટિવ આવતા પોઝિીટિવ રેટ ૧૩.૦૨ ટકા થયો છે.ગઇકાલે ૨૫ દર્દીઓ સાજા થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. શહેરમાં આજ દિન સુધીમાં કુલ ૧૧,૩૭૪ સેમ્પલ લેવાયા છે. જેમાં ૧૩૫૩ પોઝિટિવ કેસ સાથે પોઝિટિવ રેટ ૧૧.૯૩ ટકા થયો છે. આજ સુધીમાં કુલ ૬૦૫ દર્દીઓ સાજા થતા રિકવરી રેટ ૪૪.૭૧થયો છે.

(3:17 pm IST)