Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

ફરવા જવું હોય તો ફટાફટ પ્લાન બનાવો : આ મહિને મળશે બે લાંબા વીકેન્ડ

નવી દિલ્હી તા. ૩ : એક સમય હતો કે લોકો દિવાળી અથવા ઉનાળાના વેકેશનમાં જ ફરવા જતા હતા, પરંતુ હવે તેમ નથી. હવે લોકો રજાઓનો મેળ પાડીને વર્ષ દરમિયાન ગમે ત્યારે ટ્રાવેલ પ્લાન બનાવી લેતા હોય છે. જો તમે ફરવાના શોખીન છો તો ઓગસ્ટમાં તમને બે લાંબા વીકેન્ડ મળશે.

તમે ઈચ્છો તો ઓગસ્ટમાં ૩-૪ નાઈટ વાળા ડોમેસ્ટિક અથવા ઈન્ટરનેશનલ ટૂર પેકેજનો લાભ લઈને સ્ટ્રેસ ફ્રી વેકેશનની મજા લઈ શકો છો. જાણો, આ રજાઓ કઈ રીતે મળશે અને તમે કયાં જઈ શકો છો?

૧૫ ઓગસ્ટની રજા બુધવારના રોજ હશે. જો તમે ગુરુવાર અને શુક્રવારની રજા લઈ લેશો તો શનિવાર અને રવિવાર સાથે કુલ પાંચ દિવસનો પ્લાન બનાવી શકો છો.

આવી જ તક ત્રીજા અઠવાડિયામાં મળશે. ૨૨ ઓગસ્ટના રોજ બુધવાર છે અને ત્યારે બકરીઈદની રજા હશે. જો તમે ગુરૂવારની રજા લેશો તો શુક્રવારના રોજ ઓણમ છે. અને પછી શનિવાર-રવિવારની રજા તો છે જ.

પાંચ દિવસમાં તમે કોઈ પણ હિલ સ્ટેશન, શહેર કે પછી બીચની મુલાકાત લઈ શકો છો. ગોવા, અંદમાન, જયપુર, આગ્રા, નૈનીતાલ લોકોના ફેવરિટ ડેસ્ટિનેશન્સ છે. થાઈલેન્ડ, સિંગાપોર, દુબઈ, મસ્કત, સ્વિત્ઝરલેન્ડ, ભૂતાન, વગેરે.

IRCTCના ચીફ રીજનલ મેનેજર અશ્વિની શ્રીવાસ્તવ જણાવે છે કે, લોકોની લાઈફમાં સ્ટ્રેસ વધ્યો છે, માટે લોકો લોન્ગ વીકેન્ડમાં ઘરે રહેવાના બદલે ટ્રાવેલ કરવાનું વધારે પસંદ કરે છે. ડોમેસ્ટિકમાં ગોવા અને કેરળ લોકોના ફેવરિટ સ્થળો છે. ઈન્ટરનેશનલમાં ૩-૪ દિવસ માટે લોકો થાઈલેન્ડ, સિંગાપોર, દુબાઈ અને મલેશિયા જેવા સ્થળો પર જાય છે. IRCTCના ગોવા અને શ્રીલંકાના પેકેજની ઘણી ડિમાન્ડ છે.(૨૧.૯)

(11:51 am IST)