Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ઘેરી ચિંતા:વરુણદેવને રીઝવવા પાટણમાં પૂજા :ચાણસ્મામાં વિશેષ હવન કરાયો

ભૂ-દેવોએ વરસાદને મનાવવા પાણી ભરેલા તપેલામાં બેસીને વિશેષ મંત્રોઝાપ કર્યો

 

ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા લોકોમાં ઘેરી ચિંતાની લાગણી ફેલાઈ હહે પાટણ પંથકમાં વરસાદે ન આવતા ગામના લોકો હવે વરુણ દેવને મનાવવા પ્રયાસ કરી રહ્યા છે. જેને લઈને પૂજારીઓ દ્વારા વરુણ દેવને મનાવવાની વિશેષ પૂજા કરી હતી.પાટણમાં વરસાદે ચાલુ વર્ષે વરસ્યો જ નથી. જેને લઈને ખેડૂતોએ વાવેલા બિયારણ સુકવવાની આવ્યા છે તેમ છતાં વરસાદ ન પડતા ખેડૂતો ચિંતિત છે.

   વરુણ દેવને મનાવવા માટે ચાણસ્મા ગામે ગામ હવન યોજ્યો હતો.વરુણ દેવને રીઝવવા માટે સમગ્ર ગામના લોકો ફાળો ઉઘરાવીને આ આયોજન કર્યું હતું ચાણસ્મા ગામે ગામમાં વરુણ દેવને મનાવવા ભૂ-દેવો દ્વારા વિશેષ હવન કરવાનું આયોજન કર્યું હતું.
   આ હવનમાં ગામની મહિલાઓ ખેડૂતો સહિત તમામ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. ભૂ-દેવોએ વરસાદને મનાવવા પાણી ભરેલા તપેલામાં બેસીને વિશેષ મંત્રોઝાપ કર્યો હતો
  ગામના આગેવાનો તેમ જ મહિલાઓનું કહેવું છે કે, ગામમાં નામશેષ વરસાદ થયો નથી વરસાદ વગર અમારું પશુ ધન તેમ જ ચોમાસું પાક નિષ્ફળ જવાની કતાર પર છે. જો કે ગામના લોકોએ હવન બાદ વરુણ દેવ તેમના પર રિઝશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો અને આ વર્ષે પણ પાક સારો થશે તેવી આશા સેવી રહ્યા છે

 

(12:00 am IST)