Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

મહારાષ્ટ્રમાં વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીમાં એકનાથ શિંદે જુથ સમર્પિત ભાજપના ઉમેદવાર રાહુલ નાર્વેકરનો વિજય

૧૬૪ ધારાસભ્‍યોએ તરફેણમાં મત આપ્‍યા : મહા વિકાસ અઘાડીએ સવાલો ઉઠાવ્‍યા

મુંબઇ : મહારાષ્‍ટ્રમાં એકનાથ શિંદે સરકારની શપથવિધિ બાદ હવે વિધાનસભા અધ્‍યક્ષની ચૂંટણી થતા તેમાં ભાજપના ઉમેદવાર રાહુલ નાર્વેકરનો વિજય થયો છે.

મહારાષ્ટ્રમાં વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીમાં એકનાથ શિંદે જૂથ સમર્થિત ભાજપના ઉમેદવાર રાહુલ નાર્વેકરનો બહુમતીથી વિજય થયો છે. વિધાનસભામાં હાજર ધારાસભ્યોમાંથી 164 ધારાસભ્યોએ વિજય નાર્વેકરની તરફેણમાં મત આપ્યા હતા.નાના પટોલેએ સ્પીકર પદ છોડ્યા બાદ આ પદ ખાલી હતુ.તો બીજી તરફ મહા વિકાસ અઘાડીએ વિધાનસભા સ્પીકરની ચૂંટણી અંગે સવાલ ઉઠાવ્યા હતા.ગઠબંધનના નેતાઓએ કહ્યુ હતુ કે, મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં વિધાનસભા સ્પીકરની ચૂંટણી કેવી રીતે થઈ શકે ?

આ મુદ્દે કેન્દ્રીય સચિવને પત્ર લખી ફરિયાદ પણ નોંધી છે.

(12:58 pm IST)