Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પર ૩૧ સુધી પ્રતિબંધ લંબાવાયો

કોરોનાની ઈફેક્ટઃ વંદે ભારત મિશનનો ચોથો તબક્કો શરૂ : વિદેશથી ભારતીયોને પાછા લાવવા માટે ૧૫ જુલાઈ સુધી ૧૭૦ ફ્લાઈટનું સંચાલન કરવામાં આવશે : ડીજીસીએ

નવી દિલ્હી, તા. ૩ : ભારત સરકાર દ્વારા ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ ૩૧ જુલાઈ સુધી વધારી દેવામાં આવ્યો છે. પહેલાં આ પ્રતિબંધ ૧૫ જુલાઈ સુધીનો રાખવામાં આવ્યો હતો. ડીજીસીએના આદેશ પ્રમાણે, આ નિર્ણયની અસર આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઈટ્સ અને અન્ય ઉડાન પર નહીં પડે. દેશમાં ૨૫ મેથી ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરી દેવામાં આવી છે.

૨૧ મેના રોજ તેના માટે ડિટેલ ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી હતી. દેશના લગભગ ૨૦ એરપોર્ટ પર આતંરરાષ્ટ્રીય ફ્લાઈટ આવે છે. આ એરપોટ્સથી ૫૫ દેશના ૮૦ શહેર સુધી પહોંચી શકાય છે. દુનિયાના ઘણા દેશ કોરોનાના સંકજામાં આવી ગયા છે. એવામાં આતંરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધ યથાવત રહે તે જરૂરી છે. સ્ટેટિસ્ટાના જણાવ્યા પ્રમાણે, ભારતમાં ૨૦૧૯માં લગભગ ૭ કરોડ લોકોએ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં સફર કરી હતી. વંદે ભારત મિશનનો ચોથો તબક્કો શુક્રવારે શરૂ થયો છે. જેના અંતર્ગત એર ઈન્ડિયા ૩ થી ૧૫ જૂલાઈ સુધી ૧૭ દેશોથી ૧૭૦ ફ્લાઈટ્સ સંચાલિત કરશે. એવામાં વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે સરકારે ૬ મેથી વંદે ભારત મિશન શરૂ કર્યું હતું. મિશનના ચોથા તબક્કામાં કેનેડા, અમેરિકા, બ્રિટન, કેન્યા, શ્રીલંકા, પેલેસ્ટાઈન, કિર્ગિસ્તાન, સાઉદી અરબ, બાંગ્લાદેશ, થાઈલેન્ડ, સાઉથ આફ્રિકા, રશિયા, ઓસ્ટ્રેલિયા, મ્યાંમાર, જાપાન, યૂક્રેન અને વિયતનામથી ભારતીયોને પાછા લવાશે. આ દેશોથી ૧૭૦ ફ્લાઈટ્સનું સંચાલન થશે.

(7:54 pm IST)