Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

નરેન્દ્રભાઇએ જે સરહદી સ્થળની મુલાકાત લીધી તે સ્થળ ગલવાન વેલીથી માત્ર ૨૪૯ કી.મી. દુર છેઃ ચીનને ફટકાર્યું

નરેન્દ્રભાઇ આજે ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત અને લશ્કરી સેનાના વડા જનરલ નરવણે સાથે લેહ-લદાખ ગયા અને જે ''નિમુ'' નામના સ્થળની મુલાકાત લીધી તે ભારત-ચીન અથડામણો વાળા ગલવાન વેલીથી માત્ર ૨૪૯ કી.મી. દુર છે. અને સમુદ્રની સપાટીથી ૧૧ હજાર ફુટની ઉંચાઇએ છે. તમામ વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ સાથે તેમણે મંત્રણા કરેલ. ચીનને બરાબર ઝપટમાં લઇ તેમણે આકરા પ્રહારો કરેલ અને કહેલ ભારતીય જવાનોએ દુનિયાને પોતાની બહાદુરીનો દાખલો દીધો છે.

(4:06 pm IST)