Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

લગ્નજીવન રહ્યું હતું દર્દભર્યુ

સરોજખાને ૧૩ વર્ષની ઉંમર ૪૩ વર્ષના પોતાના ડાન્સ માસ્ટર સાથે લગ્ન કર્યા'તા

૧૪ વર્ષે માતા બન્યા હતાઃ ૧૯૭૫માં ફરી લગ્ન કર્યા હતા

મુંબઇ, તા.૩: બોલિવૂડમાં ડાન્સની દુનિયામાં સરોજ ખાન જાણીતું નામ રહ્યું છે. મુંબઈમાં ગત મોડી રાત્રે ૧.૫૨ વાગ્યે તેમનું નિધન થઈ ગયું. સરોજ ખાન ૧૭મી જૂનથી મુંબઈની હોસ્પિટલમાં એડમિટ હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ અહીં એડમિટ કરાયા હતા. સરોજ ખાનની પર્લનલ લાઈફની વાત કરીએ તો ઘણા ઓછા લોકો જાણે છે કે ૧૩ વર્ષની ઉંમરે જ તેમના લગ્ન થઈ ચૂકયા હતા.

સરોજ ખાનની પ્રોફેશનલ જર્ની વિશે તમે જાણતા જ હશો. તેમણે પોતાના ૪૦ વર્ષના કરિયરમાં લગભગ ૨૦૦૦થી વધારે સોન્ગ કોરિયોગ્રાફ કર્યા હતા. તેમની શરૂઆતની લાઈફ, પરિવાર અને બાળકો વિશે વાત કરીએ, તો સરોજ ખાન ત્રણ બાળકોની માતા હતી. તેમના બાળકોના નામ હામિદ, હિના અને સુકન્યા ખાન છે. સરોજ ખાનના પહેલા લગ્ન તેઓ ૧૩ વર્ષના હતા ત્યારે ૨૮ વર્ષ મોટા વ્યકિત સાથે થયા હતા.

સરોજ ખાને ફિલ્મ કોરિયોગ્રાફર બી. સોહનલાલ સાથે ૧૯૬૨માં લગ્ન કર્યા હતા. તે સમયે સરોજ ખાન ૧૩ વર્ષના અને સોહનલાલ ૪૧ વર્ષના હતા. સોહનલાલ પહેલાથી જ પરિણીત હતા અને આ લગ્ન પહેલા તેમના ૪ બાળકો હતા. ૧૪ વર્ષની ઉંમરે સરોજ ખાન પહેલીવાર માતા બની ગયા. તેમણે પોતાના એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે કેવી રીતે સોહનલાલ સાથે તેમના લગ્ન થયા. તેમણે કહ્યું હતું કે, તે સમયે તેઓ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા હતા. એક દિવસે ડાન્સ માસ્ટર સોહનલાલે એક કાળો દોરો મારા ગળામાં બાંધી દીધો અને મારા લગ્ન થઈ ગયા.

થોડા વર્ષો બાદ સરોજ ખાન અને સોહનલાલના લગ્ન જીવનમાં તકરાર થવા લાગી અને બંને અક-બીજાથી અલગ થઈ ગયા. જોકે ખરાબ પર્સનલ સંબંધ છતાં સરોજ ખાન તેમના આસિસ્ટન્ટ તરીતે કામ કરતી રહી. આ બાદ જયારે સોહનલાલને હાર્ટ એટેક આવ્યો તો બંને ફરીથી એકબીજાની નિકટ આવ્યા. તેમણે પોતાનો સંબંધ આગળ વધારવાનો પ્રયાસ કર્યો જે બાદ તેમને દીકરી જન્મી. તેનું નામ હિના ખાન રખાયું હતું. આ બાદ સોહનાલાલ સરોજ અને બાળકોને છોડીને ચેન્નઈ જતા રહ્યા. કહેવાય છે કે સોહનલાલે સરોજ સાથે લગ્ન તો કર્યા પરંતુ પહેલા લગ્નની વાત તેમનાથી છુપાવી હતી. લગ્ન બાગ થયેલા બે બાળકોને સોહનલાલે પોતાનું નામ આપવાથી પણ ઈનકાર કરી દીધો હતો, જે બાદ સરોજ ખાને એકલા બાળકોનો ઉછેર કર્યો.

સરોજ ખાને પોતાના બાળકોને ઉછેરવા માટે ખૂબ મહેનત કરી. તેમણે ૧૯૭૪માં કોરિયોગ્રાફર તરીકે કરિયર શરૂ કર્યું અને ઘણી મોટી ફિલ્મોમાં કોરિયાગ્રાફી કરીને ઈન્ડસ્ટ્રીમાં નામ કમાવ્યું. વર્ષ ૧૯૭૫માં સરોજ ખાને ફરી એકવાર પોતાના લગ્ન જીવન પર નિર્ણય લીધો અને સરકદાર રોશન ખાન સાથે લગ્ન કર્યા. આ લગ્નથી તેમને એક દીકરી થઈ, જેનું નામ સુકન્યા રાખ્યું. સુકન્યા આજે દુબઈમાં પોતાની ડાન્સ ઈન્સ્ટીટયુટ ચલાવે છે.

(3:40 pm IST)