Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

પેકેજડ માલ પર કિલોગ્રામનો ખોટો સિમ્બોલ લખવા પર દંડ લાગશે નહી

લોકડાઉન બાદ કારોબારને સરળ બનાવા માટે કેન્દ્ર સરકારે ઉદ્યોગોને મોટી રાહત આપી છે

નવી દિલ્હી તા. ૩ : લોકડાઉન બાદ કારોબારને સરળ બનાવા માટે કેન્દ્ર સરકારે ઉદ્યોગોને મોટી રાહત આપી છે. પેકબંધ સામાન પર માત્રામાં કિલોગ્રામનો સિમ્બોલ ખોટો લખવા કોઇ દંડ લાગશે નહિ તેની સાથે જ કંપનીઓની નવા પેકિંગ પર કિલોગ્રામનો સિમ્બોલ યોગ્ય રીતે લખવા વિશે જાગરૂકતા અપનાવામાં આવે. કેન્દ્રીય ઉપભોકતા મંત્રાલયના લીગલ મેટ્રોલોજી પત્ર લખીને કહ્યું છે કે પેકબંધ સામાન પર કિ.ગ્રા.નો સિમ્બોલ યોગ્ય ન હોવા પર કોઇ કાર્યવાહી કરવામાં આવે નહીં. કારણ કે અનેકવાર કંપનીઓ અજાણતા આવી ભૂલો કરે છે તેની પાછળ તેની કોઇ ખોટો ઇરાદો નથી હોતો.

મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, અનેક કંપનીઓ પેકબંધ સામાન પર વજન લખીને કિ.ગ્રા.ને kgની જગ્યાએ KG લખેલા હોય છે અને અનેક કંપનીઓ gram અથવા GRAMS અને અનેકવાર kilogram અથવા KILOGRAMS લખે છે. કંપનીઓની આ ભૂલ પર રાજ્યોને લીગલ મેટ્રોલોજીનો પાર્ટ છે તેની કિલોગ્રામના સિમ્બોલને kg લખવા જોઇએ અનેક રાજ્યોમાં અધિકારીઓ તેના હેઠળ કાર્યવાહી કરીને દંડ આપે છે તેથી ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને ધ્યાનમાં રાખીને તેને સરળ બનાવામાં આવ્યા છે.

સરકારના આ આદેશ બાદ આ ભૂલ પર કંપનીને કોઇ દંડ આપવો પડશે નહીં. ઉપભોકતા મંત્રાલયને રાજ્યોને મોકલેલા પત્રમાં કહ્યું છે કે તે કિલોગ્રામમાં યોગ્ય સિમ્બોલ વિશે જાગરૂક કરે તે પહેલા સરકારે લોકડાઉનના કારણે કંપનીઓની જુના પેકિંગમાં સામાન વેચવાની મંજુરી આપી દીધી હતી.

(3:09 pm IST)