Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ભરતસિંહની સ્થિતિ વધુ બગડીઃ ઓકિસજન સપોર્ટ ઉપર મુકાયા

કોરોનાવાયરસનાં સતત કેસ વધી રહ્યા છે. ત્યારે આ વચ્ચે ગુજરાતનાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતા ભરતસિંહ  સોલંકીની તબિયત લથડી છે.  ખાનગી ટીવી ચેનલે પ્રસારીત કર્યા છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ પૂર્વ કેન્દ્રીયમંત્રી અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીને હાલમાં ઓકિસજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.  તેઓ દેશના પૂર્વ વિદેશમંત્રી તથા પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહભાઇ સોલંકીના પુત્ર છે.

 ગુજરાત કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો જયારે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે તેમને વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે તેમની તબિયત વધુ બગડતા તેમને અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયા તેમની આજે તબિયત વધુ ખરાબ થયાના સમાચાર ખાનગી ટીવી ચેનલે પ્રસારીત કર્યા છે.

ભરતસિંહ સોલંકી ડાયાબિટીસ, અસ્થમા અને હાઇપરટેંશન જેવી બિમારીથી પિડાય છે. આ જ કારણોસર તેમની કોરોનામાં તબિયત વધુ બગડી હોવાનું પણ ખાનગી ન્યુઝ ચેનલ જણાવે છે.

શ્વાસની ગંભીર બીમારી સબબ તેઓને થોડા વર્ષો પૂર્વે યુ.એસ.એ સારવાર માટે પણ લઇ જવા પડેલ.

(3:01 pm IST)