Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ઇન્ડિગો ડોકટરો-નર્સોને વિમાન ભાડામાં રપ% ડિસ્કાઉન્ટ આપશે

ગુરૂગ્રામ તા. ૩ :.. દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગોએ કોરોના સંકટના સમયે લોકોના જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ડોકટરો અને નર્સોને ભાડામાં રપ ટકા સુધીની છૂટ આપવાની જાહેરાત કરી છે., એરલાઇન્સે જણાવ્યું છે કે આના માટે કંપનીએ 'ટફ કુકી' નામથી ઝૂંબેશની શરૂઆત કરી છે. જે હેઠળ પહેલી જુલાઇ, ર૦ર૦ થી ૩૧ ડીસેમ્બર, ર૦ર૦ સુધી ઇન્ડિગોના વિમાનમાં યાત્રા માટે ટિકિટ બુક કરાવવાવાળા ડોકટર અને નર્સોને ભાડામાં રપ ટકા સુધીની છૂટ મેળવી શકશે.

ચેક-ઇનના સમયે તેમણે પોતાની હોસ્પિટલનું ઓળખપત્ર દેખાડવું પડશે. તેમની યાત્રાને યાદગાર બનાવવા માટે ચેક-ઇનના સમયે તેમને એક કુકી ટિન આપવામાં આવશે. બોર્ડીંગ ગેટ પર તેમના નામની ઘોષણા કરીને સ્વાગત કરવામાં આવશે અને વિમાનમાં અપાતી પીપીઇ કિટ પર ટફ કુકીનું સ્ટિકર હશે. વિમાનની અંદર પણ તેમના નામની ઘોષણા કરીને તેમનું સ્વાગત કરવામાં આવશે.

સરકારે રપ મેથી સ્થાનિક વિમાનોના સંચાલન મંજૂરી આપી હતી રપ માર્ચથી લોકડાઉનને પગલે સરકારે બે મહિના પછી એટલે કે રપ મેથી સ્થાનિક હવાઇ સેવાને ફરી શરૂ કરવા મંજૂરી આપી હતી. જો કે એ સમયે પેસેન્જરો લોડ ઘણો ઓછો હતો. સિવિલ એવિયેશન પ્રધાન હરદીપ સિંહ પુરીએ ટિવટ્ર પર કહયું હતું કે ૧ જુલાઇએ ૭૮પ ફલાઇટસમાં આશરે ૭૧,૪૭૧ પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હતો. એને મતલબ એ છે કે એક વિમાનમાં સરેરાશ ૯૧ પેસેન્જરો હતાં. સામાન્ય રીતે એ-૩ર૦ વિમાનોમાં આશરે ૧૮૦ બેઠકો હોય છે.

(11:27 am IST)