Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

દેશમાં ૬ જુલાઈથી ખુલશે દરેક સ્મારક, સુરક્ષાનું રાખવું પડશે ધ્યાન

૧૭ માર્ચથી કેન્દ્ર સરકાર દ્વારા સંરક્ષિત ૩૬૯૧ સ્મારક અને પુરાત્વ સ્થળ બંધ હતા જેની દેખરેખ ASI કરે છે

દિલ્હી,તા.૩ :  દેશમાં કોરોના વાયરસનો કેર હજુ પણ ચાલી રહ્યો છે. ભારતમાં વૈશ્વિક મહામારીમાં અત્યાર સુધી છ લાખ ૪ હજાર લોકો સંક્રમિત થઇ ચુકયા છે, જયારે અત્યાર સુધી ૧૭૮૩૪ લોકોના મોત થઇ ચુકયા છે. કોવિડ-૧૯ના કહેર વચ્ચે લોકડાઉનના કારણે અટકાયેલી આર્થિક ગતિવિધિઓને ટ્રેક પર લાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. એવામાં સાંસ્કૃતિક મંત્રીએ ગુરૂવારે જાહેરાત કરી હતી કે, દેશમાં ASI દ્વારા સંરક્ષિત દરેક સ્મારક ૬ જુલાઈથી ખોલવામાં આવશે.

સંસ્કૃતિ મંત્રી પ્રહલાદસિંહ પટેલે ટ્વીટ કર્યું હતું કે, તેમણે ASI સાથે રહીને નિર્ણય કર્યો છે કે દેશના દરેક સ્મારક સંપૂર્ણ સુરક્ષા સાથે ખોલવામાં આવશે. પટેલે આ અંગે પોતાના સત્ત્।ાવાર ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યું હતું.

પ્રહલાદસિંહ પટેલે આ ટ્વીટ માં મધ્યપ્રદેશના રાયસેનમાં સમ્રાટ અશોક દ્વારા બનાવવામાં આવેલા સંચીના સ્તૂપ, દિલ્હીમાં સ્થિત શેરશાહ દ્વારા બનાવવામાં આવેલો જુનો કિલ્લો અને પ્ભ્ ના છતરપુરમાં સ્થિતિ ખજુરાહો મંદિરની તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે, મે ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય, અસિત સાથે નિર્ણય લીધો છે કે આગામી ૬ જુલાઈથી દરેક સ્મારકો પૂર્ણ સુરક્ષા સાથે ખોલવામાં આવી શકે છે.

પટેલે આ ટ્વીટમાં PMO, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, અતુલ્ય ભારત, પ્રવાસન મંત્રાલય, સાંસ્કૃતિક મંત્રાલય અને ભાજપ મધ્યપ્રદેશને ટેગ કરવામાં આવ્યા છે. આ પહેલા જૂન મહિનામાં સાંસ્કૃતિક મંત્રાલયે ASIની દેખરેખ હેઠળના ૩૦૦૦થી વધારે આર્થિક સ્મારકોમાંથી ૮૨૦ને ફરીથી ખોલવામાં આવ્યા છે. કોરોના વાયરસના સંકટને ધ્યાનમાં રાખીને ૧૭ માર્ચથી કેન્દ્ર સરકાર દ્વારા સંરક્ષિત ૩૬૯૧ સ્મારક અને પુરાત્વ સ્થળ બંધ હતા જેની દેખરેખ ASI કરે છે.મંત્રીએ કહ્યું હતું કે, સ્મારકના અધિકારી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી કોરોના વાયરસ સંબંધિત દરેક પ્રોટોકોલનું અને ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે. દેશમાં કોરોના વાયરસની વધતી મહામારીના કારણે ૨૫ માર્ચથી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. સરકારે જૂન મહિનાથી તબક્કાવાર છૂટ આપવાની શરૂ કરી દીધી છે, જે અંતર્ગત સ્થાનિક તાલુકા, જિલ્લામાં મુસાફરી કરવા માટે અને રાજય બહાર જવા માટે પણ પરવાનગી આપવામાં આવી છે. આ સિવાય દુકાનો, ઓફિસ વગેરે ખોલવાની મંજુરી આપી છે. દેશમાં રાત્રિના ૧૦ વાગ્યાથી લઈને સવારે ૫ વાગ્યા સુધી કર્ફયુ રહેશે અને તેનું કડક પાલન કરવાની સરકારે વાત કરી છે.

(11:27 am IST)