Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

પાકિસ્તાનમાં સોનાએ તોડ્યા બધા રેકોર્ડ! ૧૦ ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો એક લાખ ઉપર

કોરોના વાયરસના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર વધી રહેલી કિંમતોની અસર સ્થાનિક બજારો ઉપર દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના જેમ્સ એન્ડ જવેલરી સેકટરને મોટું નુકસાન થઈ રહ્યું છે

ઈસ્લામાબાદ,તા.૩: મોંઘવારીથી બેહાલ પાકિસ્તાનમાં (Pakistan) સોનાની કિંમત (Gold Price) અત્યાર સુધી સૌથી ઉચ્ચતમ સ્તર ઉપર પહોંચી ગઈ છે. પાકિસ્તાનના સમાચાર ડોન પ્રમાણે ગુરૂવારે ઘરેલુ બજારમાં સોનાની કિંમતો ૧,૦૫,૨૦૦ (પાકિસ્તાની રૂપિયા) પ્રતિ તોલા થઈ ગઈ છે. આ પહેલા ૨૪ જૂને પણ સોનાની કિંમતો રેકોર્ડ સ્તર ઉપર ૧,૦૫,૧૦૦ રૂ. ASSJAના પ્રેસિડેન્ટ હાજી હારૂન રશીદ ચંદના જણાવ્યા પ્રમાણે હવે પાકિસ્તાનમાં સોનું ખરીદવું સામાન્ય લોકોની પહોંચની બહાર થઈ ચૂકયું છે. સામાન્ય આદમી માટે રોજના ખર્ચાઓને ઉછાવવા મુશ્કેલ થઈ રહ્યા છે. જયારે પાકિસ્તાનની સ્થિતિને લઈને અનિશ્ચિતતાના પગલે વિદેશોથી ઈન્વેસ્ટમેન્ટ નથી આવી રહ્યું.પિયા પ્રતિ તોલા ઉપર પહોંચી ગઈ છે. કેમ મોંઘુ થઈ રહ્યું છે સોનું? કોરોના વાયરસના (coronavirus)કારણે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર વધી રહેલી કિંમતોની અસર સ્થાનિક બજારો ઉપર દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના જેમ્સ એન્ડ જવેલરી સેકટરને (Gems & Jewelery Sector) મોટું નુકસાન થઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર તેમના જૂના ઓર્ડર્સના પેમેન્ટ પણ ફસાઈ ગયા છે. ઓલ પાકિસ્તાન જેમ્સ જવેલર્સ ટ્રેડર્સ એન્ડ એકસપોર્ટર્સ એસોશિએશનની અધ્યક્ષ મોહમ્મદ અખ્તર ખાન ટેસોરીએ વાણિજય મંત્રાલયને સૂચિત કર્યું છે કે ૧૨૦ દિવસોની અંતર દેશમાંથી નિકાસ થનારી જવેલરીનું પેમેન્ટ મળવું જોઈએહાજી હારુન રશીદ ચંદ પ્રમાણે સ્થાનિક ગોલ્ડ માર્કેટ માટે સૌથી મોટું ટેન્શન ફેડરલ બોર્ડઓફ રેવન્યૂ એટલે કે FBR તરફથી સોનાની જવેલરીનું વેચાણ ઉપર લગાવવામાં આવેલા ભારે ટેકસ છે. આના કારણે દેશમાં ડિમાન્ડ નહીં રહી. છેલ્લા દિવસોમાં અનેક દુકાનો પણ પાકિસ્તાનમાં બંધ થઈ છે. અમે આગામી કેટલાક દિવસોમાં દુકાનો બંધ કરીને સરકાર વિરોધી પ્રદર્શન કરીશું ડરાવી રહી છે મોંદ્યવારીૅં પાકિસ્તાની સ્ટેટ બેન્કના (SBP) જણાવ્યા પ્રમાણે અમે નાણાંકિય વર્ષ ૨૦૨૦માં દુનિયામાં સૌથી વધારે મોંઘવારી જોઈ છે. જેનાથી અમને વ્યાજદર વધારવા માટે મજબૂર થવું પડ્યું છે. પાકિસ્તાન જ નહીં પરંતુ વિકસિત અર્થવ્યવસ્થાઓ ભારત, ચીન, બાંગ્લાદેશ અને નેપાળ જેવી ઉભરતી અર્થવ્યવસ્થાઓની તુલનામાં સૌથી વધારે મોંઘવારી નોંધાઈ છે.

(11:17 am IST)