Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

પોલીસ ટીમ ઉપર હુમલોઃDSP સહિત ૮ શહીદ

કાનપુરની ઘટનાઃ હીસ્ટ્રીશીટરને પકડવા ગયેલી પોલીસ ટીમ ઉપર બદમાશોએ ઘેરાવ કરી અંધાધુંધ ફાયરીંગ કર્યુઃ ડે.એસપી સહિત ૮ પોલીસ કર્મચારી શહીદ થયાઃ હુમલામાં ૭ પોલીસને ઇજાઃ ગામને ઘેરી લેવાયું: સર્ચ ઓપરેશન શરૂ

કાનપુર, તા.૩: ઉત્તરપ્રદેશના કાનપુરમાં પોલીસની એક ટીમ ઉપર બદમાશોએ અંધાધુંધ ગોળીબાર કરતાં ડીએસપી દેવેન્દ્ર મિશ્રા, થાના પ્રભારી સહિત ૮ પોલીસની ટુકડી હીસ્ટ્રીશીટર વિાસ દુબેને પકડવા ગઇ હતી. આ ઘટના પછી ત્યાં વધુ પોલીસ કર્મચારીઓનો કાફલો તૈનાત કરાયો છે. સમગ્ર ગામને ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાવ્યું છે. આ ઘટનામાં ૬ પોલીસ કર્મચારીને ઇજા પણ થઇ છે.

ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસદળની તહેનાતી કરી દેવાઈ છે.

રાજયના પોલીસ મહાનિદેશક હિતેશચંદ્ર અવસ્થીએ જણાવ્યું, 'કાનપુરના એક કુખ્યાત ગુનેગાર અને હિસ્ટ્રીશીટર વિકાસ દુબેનો ઘેરો ઘાલવા માટે પોલીસ ચૌબેપુર ચોકીવિસ્તારના દિકરુ ગામમાં ગઈ હતી. '

'પોલીસને અટકાવવા માટે તેણે પહેલાંથી જ જેસીબી લગાવીને રસ્તો રોકી રાખ્યો હતો. પોલીસદળના પહોંચતાં જ બદમાશોએ છત પરથી ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું, જેમાં પોલીસના આઠ લોકો શહીદ થઈ ગયા.'

'આમાં ડેપ્યુટી એસપી દેવેન્દ્ર મિશ્ર, ત્રણ સબ ઇન્સ્પેકટર અને ચાર કોન્સ્ટેબલ સામેલ છે. ઘટનાસ્થળ પર એડીજી કાયદો અને વ્યવસ્થા પહોંચી રહ્યા છે. એસએસપી અને આઈજી ઘટનાસ્થળે જ છે.

'કાનપુરની ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી છે. એટીએફ પણ લગાવાઈ છે.'

ઘાયલ પોલીસકર્મીઓને કાનપુરની રિજેન્સી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ઉત્તર પ્રદેશના કાનપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં ચૌબેપુર પોલીસ સ્ટેશનની હદના વિકરૂ ગામમાં પેટ્રોલિંગ કરવા પહોંચેલી પોલીસ ટીમ પર બદમાશોએ તાબડતોડ ફાયરિંગ કર્યું. તેમાં બિલ્હૌરના સીઓ સહિત ૮ પોલીસકર્મી શહીદ થઈ ગયા. એસઓ બિઠૂર સહિત ૬ પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલ પોલીસકર્મીઓને તાત્કાલિક રિજેન્સી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ એન્કાઉન્ટર બાદ ઉત્ત્નર પ્રદેશ પોલીસ બેડામાં સોપો પડી ગયો છે. એન્કાઉન્ટરમાં મોટી સંખ્યામાં પોલીકર્મીઓ શહીદ થયા બાદ મુખ્યમંત્રી યોગીએ બદમાશોની વિરુદ્ઘ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. ત્યારબાદ તેમની ધરપકડને લઈ તાબડતોડ કાર્યવાહી તેજ કરવામાં આવી છે. બીજી તરફ, DGP એચ. સી. અવસ્થી પોતે ઘટનાસ્થળે જશે. અડીજી (લો એન્ડ ઓર્ડર) પ્રશાંત કુમાર ઘટનાસ્થળે જવાના રવાના થઈ ચૂકયા છે.

જાણવા મળ્યું છે કે વિકાસ દુબે નામના બદમાશ અને તેના સાથીઓએ છતો પરથી પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું. આ હુમલા બાદ બદમાશોએ પોલીસના હથિયારો પણ લૂંટી લીધા. મળતી જાણકારી મુજબ, વિકાસ દુબેએ પોલીસ સ્ટેશનમાં ઘૂસીને રાજયમંત્રની હત્યા કરી હતી. એડીજી કાનપુર ઝોન, આઈજી રેન્જ એસએસપી કાનપુર સહિત મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

આ ઘટના પર ડીજીપી એચ.સી. અવસ્થીએ કહ્યું કે હત્યાના પ્રયાસ મામલામાં સર્ચ ઓપરેશન દરમિયાન ટીમ પર ઘાત લગાવીને ફાયરિંગ કર્યું. એક સીઓ, એક એસઓ, એક ચોકી ઇન્ચાર્જ, પાંચ સિપાહી શહીદ થયા છે. આ ઉપરાંત ચાર સિપાહી ઘાયલ છે, જેમાં એક ગંભીર છે. ઘાયલોને યોગ્ય સારવાર મળી રહે તેના નિર્દેશ આપવામાં આવ્યા છે. આરોપી ૭થી ૮ હોવાની શકયતા છે. આરોપી વિકાસ દુબેને ઝડપી પાડવા માટે પડોશી જિલ્લાઓની પોલીસને પણ તૈનાત કરવામાં આવી છે. આરોપીની ધરપકડ કરવા માટે ATFના પણ જવાબદારી સોંપવામાં આવી છે. લખનઉથી એક ફોરેન્સિકની ટીમ પણ કાનપુર જઈ રહી છે. કાનપુર ગ્રામ્યમાં એન્કાઉન્ટર બાદ જિલ્લાની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે. સમગ્ર ગામમાં પોલીસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

શહીદ પોલીસકર્મી દેવેન્દ્ર કુમાર મિશ્ર, સીઓ બિલ્હૌર, મહેશ યાદવ, એસઓ શિવરાજપુર, અનૂપ કુમાર, ચોકી ઇન્ચાર્જ મંધના, નેબૂલાલ, સબ ઇન્સ્પેકટર શિવરાજપુર, સુલ્તાન સિંહ, કોન્સ્ટેબલ ચૌબેપુર પોલીસ સ્ટેશન, રાહુલ, કોન્સ્ટેબલ બિઠૂર, જિતેન્દ્ર, કોન્સ્ટેબલ બિઠૂર, બબલૂ, કોન્સ્ટેબલ બિઠૂર

(9:47 am IST)