Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

મહારાષ્ટ્રમાં કોરોના કાળો કહેર બની તૂટી પડ્યો : નવા 6339 કેસ : કુલ કેસ 1,86,626 થયા:વધુ 125 લોકોના મોત : મૃત્યુઆંક 8178

મુંબઈમાં 24 કલાકમાં 1554 કેસ : ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 80,669 થઈ

 

મુંબઈ  : કોરોના વાઈરસ મહારાષ્ટ્રમાં કાળો કહેર બનીને તૂટી પડ્યો છે. છેલ્લા એક દિવસમાં મહારાષ્ટ્રમાં 6330 નવા કેસ નોંધાયા છે, ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 186626 થઈ ગયા છે. એક દિવસમાં રાજ્યમાં 125 લોકોના મૃત્યુ થયાં છે, જેમાંથી 110 મૃત્યુ 24 કલાકની અંદર થઈ ચૂક્યા છે, જ્યારે 15 મૃત્યુ અગાઉ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8178 લોકોના મોત નોંધાયા છે. સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 10 લાખ લોકોના ટેસ્ટ થયા છે.

  મુંબઈમાં 24 કલાકમાં કોવિડ -19 ના 1554 કેસ પછી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 80,669 થઈ ગઈ છે. મુંબઇમાં 57 લોકોનાં મોત થયાં છે, ત્યારબાદ શહેરમાં કોરોનાથી મૃત્યુઆંક 4689 પર પહોંચી ગયો છે.

(12:42 am IST)