Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કરનાર સ્પે. ફોર્સને હવે ચીનને કાબુમાં રાખવા લદ્દાખમાં તૈનાત કરાઈ

દેશના વિવિધ ભાગોમાં ટ્રેનિંગ લઇ રહેલા કમાન્ડોને લદ્દાખ લઇ જવાયા

નવી દિલ્હીઃ લદ્દાખમાં ચીન સાથે દિવસેને દિવસે વધી રહેલી તંગદિલી વચ્ચે ભારતે ચીનને જરૂર પડિયે જડબાતોડ જવાબ આપવાની તૈયારી કરી લીધી. જેના ભાગ રુપે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કરનારી સ્પેશિલ ફોર્સને પણ હવે લદ્દાખ સરહદે તહેનાત કરી દેવાઇ છે. સેનાએ દેશના વિવિધ ભાગોમાંથી પેરા સ્પેશિયલ ફોર્સની યુનિટને લદ્દાખમાં મોકલી દીધી છે. આ ફોર્સના જવાનોએ જ 2017માં પાકિસ્તાન સામે સર્જિકલ સ્ટ્રાઇકમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

સૂત્રોએ જણાવ્યું કે લદ્દાખમાં તહેનાત કરાયેલી આ ટુકડીને તેમની ભૂમિકા સારી રીતે સમજાવી દેવાઇ છે. જેનાથી ચીન સાથે દુશમની વધતા તેઓ પાર પાડી શકે. સેનામાં હાલ 12થી વધુ સ્પેશિયલ ફોર્સિસની રેજિમેન્ટ છે. જે દેશના વિવિધ ભાગોમાં ટ્રેનિંગ લે છે. જમ્મુ-કાશઅમીરમાં તહેનાત સ્પેશિયલ ફોર્સની ટીમ લેહમાં અને તેની આસપાસના પર્વતીય વિસ્તારોમાં નિયમિત વોરગોમ્સનો અભ્યાસ કરે છે.

(12:00 am IST)