Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

પત્રકાર વિનોદ દુઆ સામેનો દેશદ્રોહનો કેસ રદ : દરેક પત્રકાર કેદારનાથ સિંહના ચુકાદા મુજબ રક્ષણ માટે હકદાર બનશે : સુપ્રીમ કોર્ટે પત્રકાર સામેની રાજદ્રોહની પિટિશન ફગાવી

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે પત્રકાર વિનોદ દુઆ સામે નોંધાયેલી પિટિશન ફગાવી દીધી છે. જેના અનુસંધાને નામદાર કોર્ટે જણાવ્યું છે કે  દરેક પત્રકાર કેદારનાથ સિંહ (રાજદ્રોહ) ના ચુકાદા હેઠળ રક્ષણ માટે હકદાર બનશે.

સુપ્રિમ કોર્ટે આજ ગુરુવારે હિમાચલ પ્રદેશ પોલીસે પત્રકાર વિનોદ દુઆ સામે નોંધાવેલ  રાજદ્રોહના કેસને રદ કર્યો છે . યુટ્યુબ પર ગયા વર્ષે તેણે અપલોડ કરેલા  વીડિયોમાં  કોવિડ -19 લોકડાઉન પર કેન્દ્ર સરકારના અમલીકરણની ટીકા કરી હતી.

આ ચુકાદો જસ્ટિસ યુયુ લલિત અને વિનીત સરનની બેંચ દ્વારા આપવામાં આવ્યો હતો. જોકે નામદાર કોર્ટે પત્રકાર વિનોદ દુઆ દ્વારા કરેલી અરજ કે જે મુજબ  એક્સપર્ટ કમિટી દ્વારા મંજૂરી ન અપાય ત્યાં સુધી 10 વર્ષના અનુભવવાળા કોઈ પણ મીડિયા કર્મચારીઓ સામે કોઈ એફઆઈઆર નોંધાય નહીં. તે અરજને  અમાન્ય ગણી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:08 pm IST)