Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

આંધ્રપ્રદેશ સરકારની આશા વર્કર બહેનોને મોટી ભેટ : માસિક પગારમાં 7 હજારનો કરાયો વધારો

મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ આશાવર્કરસનાં હાલના 3000નાં પગારમાં 7 હજાર સુધીનો વધારો કર્યો

આંધ્રપ્રદેશની નવી સરકારે આશાવર્કર બહેનો વિશે મોટો નિર્ણય લીધો છે. આંધ્રપ્રદેશનાં મુખ્ય પ્રધાન વા.જે. મોહન રેડ્ડીએ રાજ્યની આશાવર્કર બહેનોને મોટી ભેટ આપી છે અને તેમના માસિક વેતનમાં ભારે વધારો કર્યો છે. આંધ્રપ્રદેશ મુખ્યમંત્રી વાય. એસ. જગન મોહન રેડ્ડીએ મેડિકલ અને હેલ્થ ડિપાર્ટમેન્ટનાં આશાવર્કરસનાં હાલના 3000નાં પગારમાં 7 હજાર સુધીનો વધારો કર્યો છે.હવે, આશા કર્મચારીઓનો પગાર10 હજાર થઇ ગયો છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશમાં લોકસભા અને વિધાનસભા બનેંની ચૂંટણીઓમાં જગનમોહન રેડ્ડીની પાર્ટી જીતી હતી અને ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપીનો સફાયો થઇ ગયો હતો. 30 મેના રોજ વિધાનસભામાં બહુમતી સાથે સત્તા સંભાળતા જ જગનમોહન રેડ્ડીએ આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા બાદ જ આ ફેસલો કર્યો હતો

(11:21 pm IST)