Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

મધ્યપ્રદેશના પોલીસ અધિકારી પરિવારનો અદ્દભૂત ગૌ પ્રેમ :છેલ્લા છ વર્ષથી ઉજવે છે ગાયનો જન્મદિવસ

પરિવારે કેક કાપીને તેની પૂજા કરી:હેપ્પી બર્થ ડે ગૌરીનું પણ ગાવામાં આવ્યું: હાજર લોકોએ પણ તાળીઓ પાડીને હેપ્પી બર્થ ડે ગૌરી સોંગની ધૂનમાં ઉમેરો કર્યો

. મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના હિંડોરિયામાં એક પોલીસ અધિકારીનો પરિવાર પણ તેમની ગાયને પરિવારના સભ્યની જેમ જ માને છે.

પરિવારે કેક કાપીને તેની પૂજા કરી હતી. આ દરમિયાન હેપ્પી બર્થ ડે ગૌરીનું પણ ગાવામાં આવ્યું હતું. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ પણ તાળીઓ પાડીને હેપ્પી બર્થ ડે ગૌરી સોંગની ધૂનમાં ઉમેરો કર્યો હતો. દેવેન્દ્ર પ્રતાપ સિંહનું કહેવું છે કે ગાય ભારતીય સંસ્કૃતિ અને સમૃદ્ધિનું પ્રતિક છે.

પરિવાર છેલ્લા છ વર્ષથી તેમની ગૌરી નામની ગાયનો બર્થડે ઉજવી રહ્યો છે. બિલકુલ માણસોની જેમ ગૌરીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે.  આ માટે પોલીસ અધિકારીનો પરિવાર હજારો રુપિયાનો ખર્ચ કરે છે અને સગાવહાલાને જમાડે પણ છે. 

આ પરિવાર જબલપુરના આર્થિક ગુના સેલમાં પોલીસ અધિક્ષક દેવેન્દ્ર પ્રતાપ સિંહ રાજપૂતનો છે. તેમનું કહેવું છે કે ગૌરીનો જન્મ 2017માં થયો હતો. ત્યારથી, અમે દર વર્ષે તેમનો જન્મદિવસ ઉજવીએ છીએ. તેમણે કહ્યું કે, હાલ ગૌરી દમોહના હિંડોરિયા શહેરમાં છે. અહીં દેવેન્દ્ર પ્રતાપસિંહના સાસુ-સસરા છે. તેમણે કહ્યું કે ગૌરીના જન્મદિવસમાં તેના પુત્ર ચિરાગ અને પત્ની સિવાય અન્ય લોકો હાજર રહે છે. એસપી દેવેન્દ્રના જણાવ્યા અનુસાર ગૌરીને જન્મ આપનારી શ્યામા ગાય પણ મારા પરિવારનો મહત્વનો ભાગ છે

   
(12:15 am IST)