Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

હનુમાન ચાલીસા મામલો : કડકાઈ વચ્ચે રાજ ઠાકરેએ નિવેદન જારી કરીને કહ્યું - કે હું દેશના તમામ હિંદુ ભાઈઓને વિનંતી કરું છું કે આવતીકાલે એટલે કે 4 મેના રોજ જ્યાં પણ લાઉડસ્પીકર પર અઝાન આપવામાં આવે છે ત્યાં તમે લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા લગાવો

રાજ ઠાકરેએ લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વાંચવાની કરેલી જાહેરાતને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસ એલર્ટ પર : સીએમ ઉદ્ધવ ઠાકરેને આડે હાથે લેતા રાજ ઠાકરેએ કર્યો સવાલ " દિવંગત શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેએ ઘણા વર્ષો પહેલા કહ્યું હતું કે લાઉડસ્પીકર બંધ કરી દેવા જોઈએ, પરંતુ શું તમે તેને અનુસરસો?"

મુંબઈ : રાજ ઠાકરેએ લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વાંચવાની કરેલી જાહેરાતને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસ એલર્ટ પર છે. દરમિયાન, રાજ ઠાકરેએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે હું દેશના તમામ હિંદુ ભાઈઓને વિનંતી કરું છું કે આવતીકાલે એટલે કે 4 મેના રોજ જ્યાં પણ લાઉડસ્પીકર પર અઝાન આપવામાં આવે છે ત્યાં તમે લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા લગાવો અને લાઉડસ્પીકરથી શું સમસ્યા છે. તેમને પણ આ સમજવા દો.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ કહ્યું, "અમે મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય પ્રધાનને વિનંતી કરીએ છીએ કે દિવંગત હિંદુ હ્રદય સમ્રાટ શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેએ ઘણા વર્ષો પહેલા કહ્યું હતું કે લાઉડસ્પીકર બંધ કરી દેવો જોઈએ, પરંતુ શું તમે તેને સાંભળશો? ??' તેમણે આગળ કહ્યું, "...અથવા તમને સત્તાની સીટ પર બેસાડનારા લોકો અનુકૂળતા મુજબ ધર્મનિરપેક્ષ શરદ પવારની વાત સાંભળશો?. આનો નિર્ણય મહારાષ્ટ્રની જનતાની સામે એકવાર થવોજ જોઈએ." સીએમ ઉદ્ધવ ઠાકરે MNS વડા રાજ ઠાકરેના પિતરાઈ ભાઈ છે.

રાજ ઠાકરેએ કહ્યું, “અમે પહેલાથી જ રાજ્ય સરકારને 4 મે સુધીમાં મસ્જિદો પરના લાઉડસ્પીકર ઉતારવાની માંગ કરી ચૂક્યા છીએ. પરંતુ રાજ્ય સરકાર આ બાબતે બેદરકાર છે.

આ પહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કાયદો અને વ્યવસ્થાને લઈને બેઠક યોજી હતી. તેમણે આદેશ આપ્યો કે પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તમામ પગલાં લેવા જોઈએ અને કોઈના આદેશની રાહ જોવી જોઈએ નહીં. મુખ્યમંત્રીએ મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) રજનીશ સેઠ સાથે પણ ફોન પર વાત કરી હતી.

મહારાષ્ટ્રની ઔરંગાબાદ પોલીસે મંગળવારે રાજ ઠાકરે સામે કેસ નોંધ્યો હતો કારણ કે તેણે 4 મેથી મસ્જિદોમાં લગાવેલા લાઉડસ્પીકરોને "બંધ" કરવાની ધમકી આપી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે સિટી ચોક પોલીસે રાજ ઠાકરે સામે ભારતીય દંડ સંહિતાની કલમ 153 (હુલ્લડો કરાવવાના ઈરાદા સાથે ઉશ્કેરણી), 116 (જેલની સજાને પાત્ર ગુના માટે ઉશ્કેરણી) અને 117 (જાહેર અથવા 10 થી વધુ વ્યક્તિઓ દ્વારા ઉશ્કેરણીનો ગુનો) હેઠળ ગુનો નોંધ્યો છે, અને મહારાષ્ટ્ર પોલીસ એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો છે. 1 મેના રોજ, ઔરંગાબાદમાં એક રેલીમાં, ઠાકરેએ લોકોને 4 મેથી જો તેમની ઉપરથી લાઉડસ્પીકર દૂર કરવામાં નહીં આવે તો મસ્જિદોની બહાર હનુમાન ચાલીસા વગાડવાનું કહ્યું હતું,

(9:54 pm IST)