Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

અલીગઢ યુનિ.ના પ્રોફેસર પરવાનગી વીના પાકિસ્તાનના પ્રવાસે ગયા

ઘટનાની જાણ થતા જ કુલપતિએ વિભાગના બેદરકારી દાખવનાર અરબી વિભાગના ક્લાર્ક હસ્મત ખાનને સસ્પેન્ડ કરી દીધા : અલીગઢ મુસ્લિમ યુનિ.ના અરબી વિભાગનો મામલો

નવી દિલ્હી, તા. : અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના અરબી વિભાગના પ્રોફેસર અબૂ સુફીયાન વાઇસ ચાન્સેલરની પરવાનગી વગર પાકિસ્તાન પહોંચી ગયા હતા. સમગ્ર મામલો અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના અરબી વિભાગનો છે. ઘટનાની જાણ થતા કુલપતિએ વિભાગના બેદરકારી દાખવનાર અરબી વિભાગના ક્લાર્ક હસ્મત ખાનને સસ્પેન્ડ કરી દીધા છે. જ્યારે પ્રોફેસરને કારણ બતાવો નોટિસ પણ આપવામાં આવી છે. જ્યારે ઘટનાની જાણ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને કરવામાં આવી તો તેઓએ કહ્યું કે, મામલો ધ્યાનમાં આવ્યો છે. તપાસ થઈ રહી છે, તપાસ બાદ આગોતરા પગલાં લેવાશે. અરેબિક વિભાગના પ્રોફેસર અબુ સુફિયાનના પુત્ર હમઝા સુફિયાન પણ એઆઈએમઆઈએમ પાર્ટીના નેતા છે.

પ્રોફેસર વસીમ અલીએ કહ્યું કે, એએમયુ જણાવ્યુ કે, યુનિવર્સિટીનો નિયમ છે કે, વિદેશ જવા માટે પહેલા પરવાનગી લેવામાં આવે છે. પ્રોફેસર અબુએ દોઢ મહિના પહેલા રજીસ્ટ્રારને પાકિસ્તાન જવા માટે પ્રાર્થના પત્ર આપ્યો હતો પરંતુ પરવાનગી મળતાં તે પાકિસ્તાન ગયા અને થોડા દિવસ વિતાવી ભારત પાછા પણ ફર્યા.

(7:21 pm IST)