Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

૧૧ વર્ષમાં પ્રથમવાર ઓસ્ટ્રેલિયાની સેન્ટ્રલ બેંકે વ્યાજદરમાં વધારો કયો

સેન્ટ્રલ બેંકે દર ૦.૧ ટકાથી વધારીને ૦.૩૫ ટકા કયો : યુએસ ફેડે વ્યાજદર વધાર્યા બાદ અન્ય દેશોમાં સળવળાટ

નવી દિલ્હી, તા. : વિશ્વભરમાં મોંઘવારીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. મધ્યમ વર્ગનું જીવનધોરણ દિવસે ને દિવસે મોંઘવારીના વિષચક્રમાં પિસાઈ રહ્યું છે. વિશ્વની સૌથી મોટી સેન્ટ્રલ બેંક યુએસ ફેડે વ્યાજદરમાં વધારો કર્યા બાદ આગામી સમયમાં મોંઘવારી સામે લડવા માટે વધુ વ્યાજદરનો વધારો કરવાની તૈયારી દર્શાવતા હવે સમગ્ર વિશ્વ પણ અમેરિકાની સેન્ટ્રલ બેંકની રાહે આગળ વધી રહી છે.

ઓસ્ટ્રેલિયાની સેન્ટ્રલ બેંકે હવે વ્યાજદરમાં વધારો કર્યો છે. મોંઘવારી અને અન્ય સમસ્યાઓ સામે ઝઝૂમી રહેલ અર્થતંત્ર સામે પડકાર ઝીલવા માટે ઓસ્ટ્રેલિયાએ મંગળવારે મુખ્ય વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. સેન્ટ્રલ બેંકે ૧૧ વર્ષમાં પ્રથમ વખત વ્યાજ દર . ટકાથી વધારીને .૩૫ ટકા કર્યો છે.

ગયા અઠવાડિયે જાહેર કરાયેલા સત્તાવાર ડેટા અનુસાર ઓસ્ટ્રેલિયાનો ફુગાવો માર્ચમાં વધીને . ટકા થયો હતો. વર્ષ ૨૦૦૧ પછી ફુગાવાનો સૌથી વધુ વાર્ષિક દર છે. મોંઘવારીના આંકડા બાદ વ્યાજ દરોમાં વધારો નિશ્ચિત માનવામાં આવતો હતો અને હવે સેન્ટ્રલ બેંકે ઈન્ફલેશન સામે લડવા રેટ હાઈકનું હથિયાર ઉમામ્યું છે.

રિઝર્વ બેંક ઓફ ઓસ્ટ્રેલિયાએ ફુગાવાને - ટકાની રેન્જમાં રાખવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

(7:20 pm IST)