Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

એક્સઈ વેરિયન્ટથી ગભરાવાની જરૃર ન હોવાનો વૈજ્ઞાનિકોનો અભિપ્રાય

એક્સઈ વેરિઅન્ટનુ સેમ્પલ ક્યાંથી પ્રાપ્ત કરવામાં આવ્યું હતું આની પર કોઈ સત્તાકીય પુષ્ટિ થઈ નથી : દેશમાં કોવિડ-૧૯ના એક્સઈ વેરિયન્ટને પુષ્ટી

નવી દિલ્હી, તા. : મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી અપ્રમાણિત કેસ સામે આવ્યા બાદ, ઓમિક્રોન સબ-વેરિઅન્ટ એક્સઈના દેશના પહેલા કેસની પુષ્ટિ ભારતીય સાર્સ-કોવ- જીનોમિક્સ સિક્વેન્સિંગ કંસોર્ટિયમ દ્વારા કરવામાં આવી છે, જે સરકાર દ્વારા સ્થાપતિ રાષ્ટ્રીય પરીક્ષણ પ્રયોગશાળાઓનુ એક નેટવર્ક છે. વિશેષજ્ઞોનુ કહેવુ છે કે અત્યાર સુધી વાતનો કોઈ પુરાવો નથી કે એક્સઈ સબ-વેરિઅન્ટનું સંક્રમણ અન્ય ઓમિક્રોન સબ-વેરિઅન્ટના કારણે થનારા સંક્રમણથી અલગ છે.

રિપોર્ટ અનુસાર એક્સઈ સબ-વેરિઅન્ટ ઓમિક્રોનના વર્તમાનમાં પ્રમુખ બીએ. વેરિઅન્ટની તુલનામાં ૧૦ ટકા વધારે ટ્રાંસમિસિબલ છે. જેણે જાન્યુઆરીમાં દેશમાં ત્રીજી કોવિડ લહેરને ટ્રિગર કર્યા હતા. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના કેટલાક પુનઃસંયોજક રૃપની જાણકારી છે. તમામ ભૌગોલિક રીતે અલગ-અલગ ક્ષેત્રોમાંથી છે. કોઈ ક્લસ્ટર રચના જોવામાં આવી નથી. એક્સઈ વેરિઅન્ટનુ સેમ્પલ ક્યાંથી પ્રાપ્ત કરવામાં આવ્યુ હતુ. આની પર કોઈ સત્તાકીય પુષ્ટિ થઈ નથી.

પરંતુ મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી રિપોર્ટ કરવામાં આવેલા એક્સઈ વેરિઅન્ટ સંક્રમણના અપ્રમાણિક કેસમાંથી અધિકારીએ કહ્યુ કે મહારાષ્ટ્રનુ સેમ્પલ નવા પેટા સંસ્કરણનુ નહોતુ. એક્સઈ વેરિઅન્ટની પુષ્ટિ એવા સમયે થઈ છે, જ્યારે ૧૨ રાજ્યોમાં કોવિડના કેસમાં વૃદ્ધિ થઈ છે, જેના કારણે માસ્ક અનિવાર્ય છે, દરમિયાન ૨૫ એપ્રિલ સુધીના સરકારી આંકડા અનુસાર, ૧૯ અન્ય રાજ્યોમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં ઘટાડો આવ્યો છે.

(7:18 pm IST)