Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

કોરોનાનો બીએ.૧૨ વેરિયન્ટ સૌથી વધારે ઝડપથી ફેલાય છે

કોરોનાનો દેશમાં ફરી પ્રકોપ વર્તાઈ રહ્યો છે : બીએ-૨થી ૧૦ ગણો ખતરનાક : આ વેરિન્ટનો પહેલો કેસ અમેરિકામાં આવ્યો : દિલ્હીમાં બે-ત્રણ કેસ આવ્યા

નવી દિલ્હી, તા. : ભારતમાં કોરાના વાયરસની મહામારીનો પ્રકોપ ફરી વર્તાય રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં રોજના લગભગ ૩૦૦૦ કેસ સામે આવી રહ્યા છે અને રીતે કોરાનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. આને ચોથી લહેરના રૃપમાં જોવામાં આવી રહ્યું છે. દરમ્યાન પટના સ્થિત બિહારના સ્વાસ્થ્ય વિભાગ ઇંદિરા ગાંધી આયર્વિજ્ઞાન સંસ્થાન (આઈજીઆઈએમએસ) ઓમીક્રોનના એક નવા વેરિઅન્ટ બીએ.૧૨ (બીએ.૧૨) વિશે માહિતી આપી છે. કહેવામાં આવે છે કે નવો વેરિઅન્ટ અત્યાર સુધીનો સૌથી તેજીથી ફેલાતો વેરિઅન્ટ છે. એટલું નહીં તે અત્યાર સુધી તેજીથી ફેલાતા વેરિઅન્ટ બીએ. (બીએ.)થી ૧૦ ગણો વધારે ખતરનાક છે.

વેરિન્ટનો સૌથી પહેલો કેસ અમેરિકામાં આવ્યો હતો. દિલ્હીમાં પણ આના બે-ત્રણ કેસ સામે આવ્યા છે. ઇંદિરા ગાંધી આયુર્વિજ્ઞાન સંસ્થાનના માઇક્રોબોયોલોજી વિભાગના એચઓડી પ્રો ડો નમ્રતા કુમારીએ જણાવ્યું છે કે કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને ઓમીક્રોન વેરિઅન્ટની જીનોમ સિક્વન્સિંગ શરૃ કરવામાં આવી છે. અત્યાર સુધી ૧૩ નમુનાનું પરિક્ષણ કરવામાં આવ્યું છે તેમાંનો એક બીએ.૧૨ પણ છે.

નમ્રતા કુમારીએ જણાવ્યું કે ઓમિક્રોન પોઝિટિવ લોકોને ઓથોરિટી દ્વારા ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. અલબત્ત તે ઝડપથી ફેલાવાની ક્ષમતા ધરાવે છે પરંતુ ચિંતા કરવાની જરૃર નથી. તેનાથી બચવા માટે સાવધાની રાખવાની જરૃર છે.

બીએ.૧૨ ઓમીક્રોન પરિવાર સાથે જોડાયેલો છે. ઓમીક્રોનના બીએ.૨નો એક બીજો સ્વરૃપ છે એટલે કે સબવેરિઅન્ટ છે. જાણવામાં આવ્યું છે કે બીએ.૨ની સરખામણીમાં બીએ.૧૨ વધારે ઝડપી ફેલાઇ રહ્યો છે. પહેલા બીએ.૨ને સૌથી ફેલાતો વેરિઅન્ટ માનવામાં આવતો હતો, કારણે કોરાની ત્રીજી લહેર ફેલાઇ હતી.

નિષ્ણાતો સહમત થયા છે કે તે ઝડપથી ફેલાઈ શકે છે પરંતુ તે જોવાનું બાકી છે કે તેનો હોસ્પિટલમાં દાખલ થવાનો દર શું છે એટલે કે તે કોઈને કેટલી ઝડપથી ચેપ લગાવી શકે છે. તેની ગંભીરતા વિશે મર્યાદિત માહિતી હોવાથી નિષ્ણાતો તેના પર નજર રાખી રહ્યા છે.

વાયરોલોજિસ્ટ ડો શાહિદ જમીલે કહ્યું કે વેરિઅન્ટ અમેરિકાના કેટલાક ભાગોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. તે મૂળ ઓમીક્રોનની સરખામણીમાં ૧૦ ટકા વધારે ચેપી છે. આમ બીએ. વેરિઅન્ટ બીએ. કરતા લગભગ ૨૦% વધુ ચેપી છે. એક રિપોર્ટ અનુસાર બીએ.૧૨ના કેસ દિલ્હીમાં પણ હતા. કહેવામાં આવે છે કે એપ્રિલના પહેલા પખવાડિયા દરમિયાન ૩૦૦ થી વધુ સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવ્યું હતું જેમાં કેટલાક સેમ્પલમાં વેરિઅન્ટ જોવા મળ્યો હતો.

ગયા મહીનામાં અમેરિકામાં નવા કેસની વૃદ્ધી કરવામાં વેરિઅન્ટે મહત્તવની ભૂમિકા ભજવી હતી અને હવે વેરિઅન્ટ બીજા અન્ય દેશોમાં પણ જોવા મળી રહ્યો છે. ફેમસ ફિઝિશિયન એરિક ટૂલે ચેતવણી આપી છે કે વેરિઅન્ટ એક નવી લહેર લાવશે.

(7:17 pm IST)