Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

29મીએ IPLની ફાઈનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં રમાશે

BCCI સેક્રેટરી જય શાહે વિમન્સ ટી-20ને તારીખોની જાહેરાત કરી

  • આઈપીએલના પ્લેઓફ મુકાબલા અમદાવાદ અને કોલકાતામાં રમાશે 27 મેના દિવસે ક્વોલિફાયર રમાશે. ઈડન ગાર્ડન્સમાં 24મેએ ક્વોલિફાયર 1 અને 25મેએ એલિમિનેટર રમાશે.
  • મુંબઈ :ઈન્ડીયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ફાઈનલની તારીખ અને સ્થળની જાહેરાત કરાઈ છે. BCCI સેક્રેટરી જય શાહે કહ્યું કે આઈપીએલ 2022ના પ્લેયઓફ સ્ટેજના મુકાબલા અમદાવાદ અને કોલકાતામાં રમાશે. આઈપીએલની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 29મીએ રમાશે. 27 મેના દિવસે ક્વોલિફાયર રમાશે. ઈડન ગાર્ડન્સમાં 24મેએ ક્વોલિફાયર 1 અને 25મેએ એલિમિનેટર રમાશે. 
  • મહિલા ટી20ની તારીખોની જાહેરાત કરતા જય શાહે કહ્યું કે ચાલુ વર્ષે મહિલા ટી-20 રમાશે અને મહિલા ટીમ 20ની ચોથી સિઝન પુણેમાં રમાશે.23, 24, 26મીએ મહિલા આઈપીએલની મેચો રમાશે જ્યારે મહિલા આઈપીએલની ફાઈનલ મેચ 28મે રમાશે.
  • અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, જ્યાં એક લાખથી વધુ લોકોની બેઠક વ્યવસ્થા છે. આ વખતે કોરોનાને કારણે આખી આઇપીએલનું આયોજન મુંબઈ-પુણેમાં થયું છે. આવી સ્થિતિમાં જુદા જુદા મેદાનો પર પ્લેઓફનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે કોલકાતા અને અમદાવાદની પસંદગી કરવામાં આવી છે, જે દેશના સૌથી મોટા સ્ટેડિયમ છે
  • દિગ્ગજ દિવંગત સ્પિનર શેન વોર્નના નાના ભાઈ જેસન વોર્ન મંગળવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સચિવ જય શાહ સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન જેસને શેન વૉનની આત્મકથા 'નો સ્પિનઃ માય ઓટોબાયોગ્રાફી' પણ જય શાહને ભેટ આપી હતી.જય શાહે પોતે જ જેસન સાથેની મુલાકાતની તસવીરો ટ્વિટર પર શેર કરી હતી.જય શાહે ફોટો શેર કરતા લખ્યું, "શેન વોર્નના નાના ભાઈ જેસન વોર્નને ઘરે મળવાનું અને હોસ્ટ કરવાનું ખૂબ જ સારું લાગ્યું. અમને શેન વોર્નના વિશ્વ ક્રિકેટમાં, ખાસ કરીને આઈપીએલમાં જે યોગદાન આપવામાં આવ્યું હતું તે યાદ આવ્યું. તેણે પોતાની પાછળ એક સમૃદ્ધ વારસો છોડી દીધો છે. અહીં આવવા અને મને વોર્ની વિશેની ઐતિહાસિક વાતો રજૂ કરવા બદલ જેસનનો આભાર.
   
(6:45 pm IST)