Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

શુ તમને પણ નસકોરાની તકલીફ છે ? શુ તમે તમારી આ તકલીફથી છુટકારો મેળવવા ઇચ્‍છો છો ? તો અજમાવો આ ઘરેલુ ઉપાય

નસકોરાના અવાાજથી આજૂ-બાજૂમા ઉધતા લોકોની ઉઘ થાય છે હરામ : આ ઘરેલુ નુસખાથી તમે તમારી તકલીફથી છુટકારો મેળવી શકો છો

નવી દિલ્‍લી ૦૩ : સુઇ ગયા પછી નસકોરા બોલાવવા સામન્‍ય બાબત છે. પરંતુ આના આવાજથી આસપાસ સુતા લોકોની ઉંઘ ઉડી જાય છે. જ્‍યારે નસકોરા આવવાનુ મુખ્‍ય કારણ હોય છે શ્વાસ લેવામાં તકલિફ થવી.. શ્વાસ લેવામાં તકલિફ થતી હોય ત્‍યારે સુતા દરમિયાન નાકની અંદરનાં સેલ્‍સનાં કાંપવાથી આ અવાજ આવતો હોય છે. જો તમે પણ ઇચ્‍છો છો કે તમારો આ અવાજ બંધ થઈ જાય તો આ ઘરેલુ ઉપાય અપનાવો...

 ઊંઘને સંબંધિત ઘણી સમસ્યાઓ હોય છે. કેટલાંક લોકોને રાત્રે પુરતી ઉંઘ નથી આવતી. તો કેટલાંક લોકો સુઈ ગયા પછી ઉંઘમાં નસકોરા બોલાવતા હોય છે. રાત્રે ઉઘતા દરમિયા નસકોરા બોલાવાની અનેક લોકોને તકલીફ હોય છે. જોકે આ તકલીફથી ખુદ કરતાં અન્ય લોકો વધુ સહન કરતા હોય છે. રાત્રે ઉંઘતા દરમિયાન નસકોરાના અવાજથી બાજુમાં ઉંઘવા વાળા લોકોની ઉંઘ હરામ થઈ જતી હોય છે. જ્યારે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય ત્યારે ઉંઘતા દરમિયાન અંદરના સેલ્સના કાંપવાથી આ અવાજ આવતો હોય છે. જો તમે ઈચ્છો છો કે તમારો પાર્ટનરનો નસકોરાનો અવાજ બંધ થઈ જાય તો આ ઘરેલુ ઉપાયને અપનાવો

ફૂદીનો અનેક રોગનો રામબાણ ઈલાજ છે. ફૂદીના પાનને બાફીને પીવાથી નસકોરાનો અવાજ બંધ થઈ શકે છે.

હળદરથી અનેક બીમારીનો ઈલાજ થઈ શકે છે. નસકોરાની તકલીફમાં હળદર અસરકારક છે. તે માટે આપ રાત્રે ઉંઘતા પહેલા એક ગ્લાસમાં હળદરવાળુ દૂધ પી લો. આ પીળા મસાલામાં એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટી બાયોટિક ગુણ હોય છે. જેનાથી નાકનું કંજેશન દૂર થઈ જાય છે. જેનાથી નસકોરાનો અવાજ બંધ થઈ જાય છે.


ઑલિવ ઑઈલના ઔષધિ ગુણો વિશે આપણે બધા જ જાણીએ છીએ. તે સ્કિન માટે ખુબ જ અસરકારક છે. પરંતુ ખુબ ઓછા લોકો જાણે છે કે ઑલિવ ઑઈલથી નસકોરાનો અવાજ પણ પૂર્ણ થઈ જાય છે.  રાત્રે ઉંઘતા પહેલા ઑલિવ ઑઈલની કેટલાક ડ્રોપ્સને નાકમાં નાખી દો.


કદાચ તમને એ વાતની ખબર નહી હોય કે નોઝ સાયનસના કારણે નસકોરાની તકલીફ રહેતી હોય છે. તેવામાં લસણની કેટલીક કળિયા ખાવી જરૂરી છે. લસણની પીસીને પાણી સાથે પીવાથી નસકોરા બંધ થઈ જશે.
 

(5:41 pm IST)