Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

મહિલાને લાઇટના થાંભલા સાથે બાંધી મારપીટઃ અનૈતિક સંબંધનો આરોપ

સાસારામઃ તા.૩: રોહતાસના ચેનારી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના સિંહપુર ગામમાં એક મહિલાને પ્રેમી સાથે ભાગવા અને અનૈતિક સંબંધના આરોપ લગાવી લાઇટના થાંભલા સાથે બાંધી ગામ સામે પીટવાની ઘટના સામે આવી છે. ઉપરાંત મહિલાને ડામ આપવા અને ગરમ પાણી શરીર ઉપર નાખવા પ્રયાસ થયેલ.

ઘટનાની ખબર મળતા પોલીસે ઘટનાસ્‍થળે પહોંચી પાંચ લોકોની ધરપકડ કરી હતી. પીડીતાએ કૈમુર જીલ્લાના ભગવાનપુરના પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવ્‍યા મુજબ ૨૦૧૮માં તેના લગ્ન સિંહપુરના દીપક રામ સાથે થયા હતા. સાસરા પક્ષ દ્વારા મારપીટ તેમજ હેરાન કરવાથી તે નૈહર ગામ ચાલી ગઇ હતી. ૨૯ એપ્રીલે જયારે તે પિત્રાઇ ભાઇ સાથે પરત ફરી ત્‍યારે સાસરા પક્ષે તેને ઘરેથી પ્રેમી સાથે ભાગવાનો આરોપ લગાડી સમગ્ર ગામ સામે થાંભલાથી બાંધી મારપીટ કરી હતી.

(4:30 pm IST)