Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

જોધપુરમાં હિંસા : ખરગોનમાં કર્ફયુ : અનંતનાગમાં પથ્‍થરમારો

જોધપુરમાં સ્‍થિતિ વણસી : ૧૦ થાણામાં કર્ફયુ : ઇન્‍ટરનેટ સેવા બંધ

જોધપુર તા. ૩ : જોધપુરમાં રાત્રે બે જૂથો સામસામે આવી ગયાં હતાં. આ દરમિયાન મોડી રાત્રે જાલોરી ગેટ ચોકડી પર બંને તરફથી ભારે પથ્‍થરમારો થયો હતો. પોલીસ અને આરએસીએ ઘટનાસ્‍થળે પહોંચીને પરિસ્‍થિતિને કાબૂમાં લીધી હતી. ત્‍યારબાદ બંને પક્ષના લોકોને સમજાવ્‍યા બાદ મામલો થાળે પડ્‍યો હતો. જો કે, મોડી રાત્રે એક જૂથના લોકો પરત ફરતાં મામલો ફરી ગરમાયો હતો. જાલોરી ગેટ અને ઇદગાહ વિસ્‍તારમાં મોડી રાત સુધી ભારે પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો હતો અનંતનાગમાં મસ્‍જિદની બહાર પણ પથ્‍થરમારો થયો હતો. ઈદની નમાજ બાદ પ્રદર્શનકારીઓએ સુરક્ષા દળો પર પથ્‍થરમારો કર્યો હતો. મધ્‍યપ્રદેશના ખરગોનમાં રમખાણનાં ૨૨ દિવસ બાદ કફર્યુ વચ્‍ચે જ તહેવારોની ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં લગભગ ૧૩૦૦ પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્‍યા છે.

જમ્‍મુ-કાશ્‍મીરના અનંતનાગ જિલ્લામાં આજે  પથ્‍થરમારાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, અહીં ઈદની નમાજ પછી એક મસ્‍જિદ બહાર પથ્‍થરમારો થયો હતો. દેખાવકારોએ સુરક્ષાદળો પર પથ્‍થરમારો કર્યો હતો. પોલીસે જણાવ્‍યું કે હાલ પરિસ્‍થિતિ કાબૂમાં છે.

મધ્‍યપ્રદેશના ખરગોનમાં રમખાણોના ૨૨ દિવસ બાદ કફર્યુની વચ્‍ચે તહેવારોની ઉજવણી કરવામાં આવી રહી છે. પોલીસ અને વહીવટીતંત્રનાં અધિકારીઓએ નિર્ણય લીધો છે કે આજે કફર્યુને હળવો કરવામાં આવશે નહીં. ઈદની નમાજ ઘરે જ થશે.

જોધપુર શહેરમાં મોડી રાત્રે પથ્‍થરમારાની ઘટના બાદ રાત્રે ૨ વાગ્‍યે જિલ્લા કલેક્‍ટર હિમાંશુ ગુપ્તાએ શહેરમાં ઈન્‍ટરનેટ સેવા બંધ કરવાનો આદેશ જારી કર્યો હતો. મંગળવારે અનિヘતિ સમય માટે ઈન્‍ટરનેટ સેવા બંધ કરવાનો આદેશ આપવામાં આવ્‍યો છે. આ સાથે જ સંવેદનશીલ વિસ્‍તારોમાં અને ઘટના સ્‍થળે ભારે પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે.

ખરેખરમાં, કેટલાક લોકો જાલોરી ગેટ ચારરસ્‍તા પર ઝંડા અને લાઉડસ્‍પીકર લગાવી રહ્યા હતા. આ દરમિયાન વીડિયો બનાવી રહેલા એક વ્‍યક્‍તિને કેટલાક યુવકોએ માર માર્યો હતો. કેટલાક લોકો તેને બચાવવા માટે આવ્‍યા તો તેમને પણ માર મારવામાં આવ્‍યો હતો. આ પછી બે જૂથ વચ્‍ચે પથ્‍થરમારો થયો હતો.આ જોઈ જાલોરી ગેટની બાજુમાંથી સામા પક્ષે પણ જવાબી પથ્‍થરમારો કર્યો હતો. સ્‍થિતિ વણસતી જોઈને પોલીસે ઓક્‍સફર્ડ સ્‍કૂલ તરફ ટીયર ગેસના સેલ છોડ્‍યા હતા.

ઘટના બાદ સીએમ અશોક ગેહલોતે ટ્‍વીટ કર્યું કે, ‘જોધપુરના જાલોરી ગેટ પર બે જૂથો વચ્‍ચે અથડામણને કારણે તણાવ સર્જાવો દુર્ભાગ્‍યપૂર્ણ છે. વહીવટીતંત્રને શાંતિ અને વ્‍યવસ્‍થા જાળવી રાખવા સૂચના આપવામાં આવી છે. જોધપુર, મારવાડની પ્રેમ અને ભાઈચારાની પરંપરાને માન આપીને હું તમામ પક્ષોને શાંતિ જાળવી રાખવાની હૃદયસ્‍પર્શી અપીલ કરું છું. લોકોએ કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવામાં મદદ કરવી.'

(4:12 pm IST)