Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

ICRIER સાથે વોડાફોન આઇડીયાનું જોડાણઃ હવે INVICT નામથી ઓળખાશે

નવી દિલ્‍હી, તા., ૩:  ડીજીટલ ઇન્‍ડીયાના ઇન્‍ડીયાના અભિયાનને સફળ બનાવવા પ્રદાન કરવાના ઉદેશ સાથે ટેલીકોમ નીતી, વહીવટ અને નિયમનના ક્ષેત્રમાં સંશોધન માટે સલાહ આપવા અને નિતિગત  ટેકો આપવાના હેતુ સાથે વોડાફોન આઇડીયા લીમીટેડ (વીઆઇ)એ ટેલીકોમ સેન્‍ટર ઓફ એકસલન્‍સ(સીઓઇ) માટે ઇન્‍ડીયન કાઉન્‍સીલ ફોર રિસર્ચ ઓન ઇન્‍ટરનેશનલ ઇકોનોમીક  રિલેશન્‍સ  ICRIER સાથે જોડાણ કર્યુ છે. તથા સેન્‍ટરનું નામ INVICT(ICRIER)  એન્‍ડ વોડાઉન આઇડીયા સેન્‍ટર ફોર ટેલીકોમ આપ્‍યું છે.

તાજેતરમાં આ માટે રાષ્‍ટ્રીય રાજધાનજીમાં એક એમઓયુ (સમજુતીકરાર) પર ICRIER ના ડીરેકટર અને સીઇઓ ડો.દીપક મિશ્રા અને વોડાફોન લીમીટેડના ચીફ રેગ્‍યુલેટરી અને કોર્પોરેટ અફેર્સ ઓફીસર શ્રી પી.બાલાજીએ હસ્‍તાક્ષર કર્યા હતા.

COE(ઉત્‍કૃષ્‍ટનાના કેન્‍દ્ર)સરકાર, શૈક્ષણીક અને ઉદ્યોગમાંથી હિતધારકોને એક સામાન્‍ય મંચ ઉપર લાવશે જેથી ભારતના ટેલીફોમ ક્ષેત્રે માટે વિકસતી ટેકનોલોજી  અને વ્‍યવસાયીક વલણોને અનુરૂપ સંકલીત નીતી બનાવવાની સુવિધા મળશે.

વોડાફોન આઇડીયા લીમીટેડના ચીફ રેગ્‍યુલેટરી એન્‍ડ કોર્પોરેટ ઓફીસર શ્રી પી બાલાજીના જણાવ્‍યા મુજબ ટેલીકોમ ઉદ્યોગ ભારતમાં ડિજીટલ પરિવર્તનની આગેકુચમાં મોખરે છે. ભારતના ડેટા સંચાલીત સમાજનું નિર્માણ હાઇ સ્‍પીડ નેટવર્ક અને સર્વ વ્‍યાપક કનેકટીવીટી પર થઇ રહયું હોવા છતા પ જીનો ઉદય દેશમાં નવીનતાને વેગ આપવા નવી તકો વધુ ઉભી કરશે.

(4:10 pm IST)