Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

રશીયામાં ૯મે એ ‘વીકટરી ડે'ની ઉજવણી

નાઝ જર્મની પર જીતનો દિવસ છે ૯મે

મોસ્‍કોઃ રશીયન વિદેશપ્રધાન સર્ગેઇ લાવરોવનું કહેવું છે કે ૯મે ના રશીયન ‘વીકટરી ડે'થી યુક્રેન સામેના સૈનિક અભિયાનમાં કોઇ ફરક નહીં પડે. એવા સમાચારો આવી રહ્યા હતા કે આ દિવસે રશીયન રાષ્‍ટ્રપતિ વ્‍હાદિમીર પુતિન કોઇ ખાસ ઘોષણા યુક્રેન બાબતે કરી શકે છે. કહેવાઇ રહ્યુ હતુ કે રશીયા દ્વારા હુમલાઓ તેજ થઇ શકે છે અથવા સૈનિક અભિયાન સમેટી શકાય છે. પરંતુ લાવરોયે કહ્યું છે કે  વીકટરી ડેની ઉજવણી પોતાની જગ્‍યાએ છે અને યુક્રેન અભિયાન પોતાની જગ્‍યાએ.
બ્રિટનના સંરક્ષણ સચિવ બેન વાલેસ કહી ચૂકયા છે કે પુતિન રશીયન વીકટરી ડે પરેડમાં યુક્રેન સામેની લડાઇમાં પોતાનો સૈન્‍ય ભંડાર વધારવાની જાહેરાત કરી શકે છે. બીજા વિશ્‍વયુધ્‍ધમાં જીતના દિવસના રૂપમાં મોસ્‍કોના રેડ સ્‍કેવર પર ૧૯૯૫થી દર વર્ષે ૯મે એ સૈનિક પરેડ કરવામાં આવે છે. આ દિવસે રશીયામાં નાઝ-જર્મનીના આત્‍મસમપર્ણનો ઉત્‍સવ મનાવવામાં આવે છે.

 

(3:52 pm IST)