Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

દિલ્‍હીમાં દુનિયાભરના બેસ્‍ટ આર્ટિસ્‍ટના અદભૂત પ્રદર્શનમાં ગુજરાતના આઇપીએસ અને જાણીતા આર્ટિસ્‍ટ અતિથિ બન્‍યા

અમદાવાદના જોઇન્‍ટ પોલિસ કમિશનર અજય કુમાર ચૌધરી તથા જાણીતા આર્ટિસ્‍ટ અમરનાંથ શર્માની પસંદગી, ગૌરવરૂપ ઘટના

રાજકોટ તા. ૩ :  દેશની રાજધાની દિલ્‍હી ખાતે વિશ્વ લેવલના ટોપ આર્ટિસ્‍ટનું અદભૂત પ્રદર્શન બિકાનેર હાઉસ ખાતે યોજાયેલ, આ પ્રદર્શનમાં ગુજરાતના સિનિયર આઇપીએસ અને અમદાવાદના જોઇન્‍ટ પોલિસ કમિશનર અજય કુમાર ચૌધરી તથા વડોદરા સ્‍થિત જાણીતા આર્ટિસ્‍ટ અમરનાથ શર્માને ગુજરાતમાંથી નિમંત્રણ મળતા તેઓ દ્વારા અદભૂત પ્રદર્શન એક જ સ્‍થળે માણવાની અમૂલ્‍ય તક મેળવી હતી.                     
અત્રે એ યાદ રહે કે વિશ્વ ભરની આર્ટ ગેલેરી ખાતે જેમના ચિત્રો ગુજરાતની આન, બાન અને શાન વધારી રહ્યા છે તેવા અજય કુમાર ચોધરી પોતાના માતા અને પોતાના પત્‍ની જાણીતા વિડિયો સિંગર દીપ શિખા ચૌધરીની પ્રેરણાથી ખૂબ સિધ્‍ધિ હાંસલ કરી છે, તાજેતરમાં ટાઈમ્‍સ ઓફ ઇન્‍ડિયા દ્વારા યોજાયેલ અદભૂત આર્ટ પ્રદર્શન માટે પણ અજય કુમાર ચૌઘરીની પસંદગી થયેલ.                                           
બરોડા સ્‍થિત જેમનું સમગ્ર જીવન આર્ટને સમર્પિત કરેલ છે તેવા અમરનાથ શર્માજી પણ ગૌરવ રૂપ આર્ટિસ્‍ટ છે, સામાન્‍ય રીતે વિશ્વ ભરના આર્ટિસ્‍ટની ઉપસ્‍થિતિ વાળા આવા અદભૂત પ્રદર્શન વિદેશી ચિત્રકારો ને ગરમી માફક આવતી ન હોવાથી જાન્‍યુઆરી કે ફેબ્રુઆરી માસ પસંદ કરવામાં આવતો હોય છે, પરંતુ કોરોના મહામારી ધ્‍યાને રાખી એ સમયે શકય ન બનતા આ ગરમી સમય રાખવો પડેલ.

 

(3:44 pm IST)