Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

દેશ સામે અનેક પડકારો છે, યુવાનો રાષ્‍ટ્રધર્મ નિભાવે : પુષ્‍પેન્‍દ્ર કુલશ્રેષ્‍ઠજી

ભારતને હિન્‍દુ રાષ્‍ટ્ર બનાવવાનો આજ શ્રેષ્‍ઠ સમય છે, જો હિન્‍દુ અંગત સ્‍વાર્થમાં રહી રાષ્‍ટ્રહિત માટે નહિં વિચારે તો ફરીથી વિધર્મી શાસકોના ગુલામ બનવા તૈયાર રહે

રાજકોટ : રાષ્‍ટ્રીય એકતા મેચ અને સમસ્‍ત હિન્‍દુ સમાજના સંયુકત ઉપક્રમે રાષ્‍ટ્ર નિર્માણમાં યુવાનોની ભૂમિકા એ વિષય પર પ્રખર રાષ્‍ટ્રવાદી વકતા અને પત્રકાર પુષ્‍પેન્‍દ્ર કુલશ્રેષ્‍ઠજીનું વ્‍યાખ્‍યાન બીએપીએસ હોલ સ્‍વામીનારાયણ મંદિર ખાતે આયોજીત થયેલ. જેમાં રાજકોટ ઉપરાંત સૌરાષ્‍ટ્રના અનેક જીલ્લા - તાલુકાના ૫ હજારથી વધુ લોકોએ પુષ્‍પેન્‍દ્રજીના નોનસ્‍ટોપ અઢી કલાકના ઉત્તેજના અને રાષ્‍ટ્રવાદથી ભરપૂર વ્‍યાખ્‍યાનનો લાભ લીધો હતો. હોલ હાઉસફુલ થઈ જતા લોકોએ નીચે બેસીને એક જ બેઠકે સતત અઢી કલાક વ્‍યાખ્‍યાન સાંભળવા ઉપરાંત શિરત અને સંયમ સાથે કાર્યક્રમ માણ્‍યો હતો.
કાર્યક્રમમાં કોઈ ઔપચારીકતા નહિં કોઈનુ સ્‍વાગત કે અભિવાદન નહિં, કોઈનું ભાષણ કે કોઈ સ્‍ટેજ પર નહિં, સ્‍ટેજ પરથી કોઈના નામનો ઉલ્લેખ પણ નહિં. કેન્‍દ્ર સ્‍થાને હતા માત્ર પુષ્‍પેન્‍દ્ર ફુલશ્રેષ્‍ઠજી એમનું સ્‍ટેજ પર આગમન થતા જ લોકોએ ઉભા થઈ ભારત માતાના જય જયકાર સાથે તાલીઓના ગડગડાટથી સ્‍વયંભુ સ્‍વાગત કરેલ. પ્રારંભમાં પ્રાર્થનાને બદલે ‘ૐ જય જગદીશ હરે' આરતી બાદ સંતો દ્વારા પુષ્‍પેન્‍દ્રજીનું સ્‍વાગત અને દીપ પ્રાગટય કરવામાં આવેલ.
તેઓના વ્‍યાખ્‍યાનમાં સતત અઢી કલાક સુધી વંદે માતરમ્‌ અને તાળીઓના ગડગડાટથી હોલ ગુંજતી અને ગર્જતી રહ્યો. પુષ્‍પેન્‍દ્રજીએ પોતાના વ્‍યાખ્‍યાનમાં અનેક ઉદાહરણો, બંધારણની કલમો અને ઘરના પ્રસંગોનો ઉલ્લેખ કરી રાષ્‍ટ્ર સામેના પડકારોથી માહિતગાર કરી યુવાનોને રાષ્‍ટ્રહિત માટે જાગૃત થવા આહવાન કરવાની સાથે રાષ્‍ટ્ર નિર્માણમાં સક્રિય ભૂમિકા અદા કરવા અપીલ કરી હતી. જાતિવાદ, ભાષાવાદ, પ્રાંતવાદથી ઉપર ઉઠી. રાષ્‍ટ્ર માટે યુવાનો અને હિન્‍દુ સમાજને હાકલ કરતા કહ્યુ કે અત્‍યારે જે સમય છે એ ઉત્તમ સમય છે. ભારતને ફરીથી  હિન્‍દુ રાષ્‍ટ્ર બનાવવાનો. જો હિન્‍દુ નીજી સ્‍વાર્થમાં તિ રહી રાષ્‍ટ્રહિત માટે નહિં વિચારે તો ફરીથી વિધર્મી શાસકોના ગુલામ બનવા તૈયાર રહે. ગુજરાતે આ દેશને અનેક મહાનુભાવો અને રાષ્‍ટ્રપ્રેમી વ્‍યકિતઓની ભેટ ભારતને આપી છે અને અત્‍યારે પણ દેશ-વિદેશમાં બે ગુજરાતીની બોલબાલા છે. જાતિવાદથી દૂર રહી વોટની તાકાત દ્વારા દેશવિરોધી તાકાતને જાકારો આપી રાષ્‍ટ્રહિત જેમના હૈયે છે એને જ સરકારમાં મોકલો. આજે આપણા દેશને આંતરીક અને બાહ્ય બંનેથી ખતરો છે ત્‍યારે એની સામે લડવાની તાકાત આપણે કેળવવી પડશે.
પુષ્‍પેન્‍દ્રજીએ ભૂતકાળની સરકારોની દેશ-વિરોધી અને હિન્‍દુ વિરોધી નીતિઓ અને કાયદાઓની આકરી ઝાટકણી કાઢી ઉજ્જવળ ભવિષ્‍ય માટે યુવાનોને પોતાની તાકાત બતાવવા અપીલ કરી હતી. ભારતનો ભવ્‍ય ઈતિહાસ, ધર્મ અને સંસ્‍કૃતિની મહત્તા દર્શાવી વર્તમાન ભારતની દુર્દશા માટે કયા કયા કાયદાઓ અને રાજનીતિક નેતાઓ તથા આમ જનતાની કઈ માનસિકતા જવાબદાર છે. તેનાથી સાવધ કરી હિન્‍દુ સમાજની અનેક કમજોરીની સાથે નિષ્‍ક્રિયતાનો ઉલ્લેખ કરી હિન્‍દુ સમાજને જાગૃત બનવા વારંવાર અપીલ કરેલ.
દેશ વિરોધી અને હિન્‍દુ વિરોધી અતિ ખતરનાક એવો વ.ક.ફ. બોર્ડનો કાયદો અને એની વિસ્‍તૃત ચર્ચા કરી આ કાયદાને કોઈપણ ભોગે રદ્દ કરવા માટે હિન્‍દુ પ્રજાને જાગૃત કરી સાવધાન રહેવાને બદલે સક્રિય બનવા અપીલ કરી હતી. સાથે સાથે કોઈનો પણ ડર રાખ્‍યા વગર રાષ્‍ટ્રવિરોધી તાકાતો અને દેશના ગદ્દારોને ખુલ્લા પાડવાની અપીલ કરી હતી.
સ્‍વાગત પ્રવચન ડો.જે.એમ. પનારા, આભાર દર્શન મંથન ડઢાણીયા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.યશવંત ગોસ્‍વામી દ્વારા કરવામાં આવેલ.

 

(3:35 pm IST)