Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

રાહુલ ગાંધી નેપાળની કલબમાં પાર્ટી કરતા દેખાયા

ભાજપ - કોંગ્રેસ વચ્‍ચે શાબ્‍દિક યુધ્‍ધ : કોણ છે ચીની મહિલા મિત્ર ? ભારે ચર્ચા : ‘લોર્ડ ઓફ ધ ડ્રિંકસ' પબમાં રાહુલ હોવાનો વિડિયો વાયરલ : કોંગ્રેસ કહે છે... લગ્નમાં હાજરી આપવા ગયા છે : ભાજપે નાઇટ કલબમાં પાર્ટી કરતા હોવાનો આરોપ મૂક્‍યો

નવી દિલ્‍હી તા. ૩ : કોંગ્રેસના પૂર્વ અધ્‍યક્ષ રાહુલ ગાંધી આ દિવસોમાં નેપાળના અંગત પ્રવાસ પર છે. રાહુલ ગાંધીની નેપાળ મુલાકાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આમાં તે કાઠમંડુની એક નાઈટ ક્‍લબમાં જોવા મળે છે. આ વીડિયો વાઈરલ થયા બાદ ભાજપ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર હુમલો કરનાર બની છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો નેપાળના લોર્ડ ઓફ ધ ડ્રિંક્‍સનો છે. કોણ છે આ ચીની મહિલા મિત્ર ? તેની ભારે ચર્ચા જગાવી છે. આ વિડિયોને લઇને બીજેપી - કોંગ્રેસ આમને - સામને આવી ગયા છે.

ભાજપના પ્રવક્‍તા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે, રાહુલ ગાંધી જે કરી રહ્યા છે તે તેમનો અંગત મામલો છે. પરંતુ રાજસ્‍થાનના જોધપુરમાં હિંસા થઈ રહી છે ત્‍યારે રાજસ્‍થાનમાં કોંગ્રેસની સરકાર છે, રાજસ્‍થાન સળગી રહ્યું છે. આ અંગે ચિંતા વ્‍યક્‍ત કરવાને બદલે રાહુલ ગાંધી નેપાળની એક નાઈટ ક્‍લબમાં પાર્ટી કરતા જોવા મળે છે. જયારે તેઓ ભારતના લોકોની સમસ્‍યાઓ વિશે જાણવા માટે તેમની સાથે હોવા જોઈએ.

પૂનાવાલાએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી ખતમ થઈ ગઈ છે, પરંતુ રાહુલ ગાંધીની પાર્ટી આ રીતે ચાલશે. તે રાજકારણમાં ગંભીર નથી. જયારે તેમની પાર્ટી અને દેશની જનતાને તેમની જરૂર છે, ત્‍યારે તેઓ નેપાળમાં પાર્ટી કરી રહ્યા છે. કેન્‍દ્રીય મંત્રી કિરેન રિજિજુએ રાહુલ ગાંધીનો વિડીયો

શેર કરતા કટાક્ષ કર્યો, વેકેશન, પાર્ટી, હોલીડે, પ્‍લેઝર ટ્રીપ, પ્રાઈવેટ ફોરેન વિઝિટ વગેરે દેશ માટે નવી વાત નથી.

બીજી તરફ બીજેપીના અન્‍ય નેતા કપિલ મિશ્રાએ ટ્‍વીટ કરીને કહ્યું કે, આ રાહુલ ગાંધીના અંગત જીવનનો મામલો નથી. તેમણે પૂછ્‍યું રાહુલ ગાંધી કોની સાથે છે? શું ત્‍યાં ચીનના એજન્‍ટો છે? શું રાહુલ ગાંધી સેના વિરૂદ્ધ ટ્‍વિટ કરે છે તે ચીનના દબાણમાં છે? પ્રશ્નો પૂછવામાં આવશે? સવાલ રાહુલ ગાંધીનો નથી દેશનો છે.

(3:15 pm IST)