Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

રાજ ઠાકરે વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ જારી : મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાનું અલ્ટીમેટમ આપનાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે : 2008ની સાલના કેસ સંબંધમાં 6 એપ્રિલના રોજ બિન જામીનપાત્ર વોરંટ જારીકરાયું હતું : પોલીસે આ મામલે હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં કરતા કોર્ટે ખુલાસો માંગ્યો

મુંબઈ : મેજિસ્ટ્રેટની અદાલતે 6 એપ્રિલે MNS વડા રાજ ઠાકરે વિરુદ્ધ 2008ના કેસના સંબંધમાં આઈપીસીની કલમ 143, 109, 117, 7 અને બોમ્બે પોલીસ એક્ટની 135 હેઠળ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું.

મહારાષ્ટ્ર સરકારને મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાનું અલ્ટીમેટમ આપનાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. હકીકતમાં, 6 એપ્રિલે શિરાલાની મેજિસ્ટ્રેટ કોર્ટે રાજ ઠાકરે વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું.

જોકે, મુંબઈ પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી કરી નથી. રાજ ઠાકરેને એક જૂના કેસમાં બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે. કોર્ટે પોલીસને એ પણ પૂછ્યું કે 6 એપ્રિલે વોરંટ જારી થયા પછી પણ રાજ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:30 pm IST)