Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

બાંગ્‍લાદેશમાં ઇફતાર પાર્ટીમાં ગયેલા હિન્‍દુઓને પીરસવામાં આવ્‍યુ ગૌમાંસ

બાંગ્‍લાદેશ દેશ નેશનલિસ્‍ટ પાર્ટી દ્વારા કરવામાં આવ્‍યુ હતુ આયોજન

ઢાકા,તા. ૩: સિલહટમાં હિન્‍દુ નેતાઓને ઇફ્‌તાર ડિનરની પ્‍લેટમાં બીફ (ગાયનું માંસ) પીરસ્‍યા બાદ બંગલા દેશ નેશનલિસ્‍ટ પાર્ટી (બીએનપી) વિવાદોમાં દ્યેરાઈ છે. ઇફ્‌તાર પાર્ટીની ડિશમાં બીફના વિકલ્‍પ તરીકે અન્‍ય કોઈ આઇટમ ઉપલબ્‍ધ ન કરાઈ હોવાથી સોશ્‍યલ મીડિયામાં આ મુદ્દે ઊહાપોહ મચ્‍યો હતો.

બીએનપીના સિલહટ એકમ દ્વારા ગુરુવારે યોજાયેલી ઇફ્‌તાર પાર્ટીમાં લગભગ ૨૦ જેટલા પક્ષના નેતાઓ અને હિન્‍દુ કાર્યકરો હાજર રહ્યા હોવાના અહેવાલ છે. સામાન્‍યપણે ઇફ્‌તાર પાર્ટીમાં મુસ્‍લિમો તેમ જ પક્ષના અન્‍ય સમાજના સભ્‍યો હાજરી આપતા હોય છે પરંતુ પ્‍લેટમાં બીફનો વિકલ્‍પ ન હોવાથી વિવાદ છેડાયો હતો.

હિન્‍દુ સમાજના પત્રકારોને પણ ભોજનમાં બીફ ઓફર કરાયું હતું. આ બનાવથી રોષે ભરાયેલા બીએનપીના સ્‍થાનિક હિન્‍દુ સભ્‍ય મન્‍ટુ નાથે આ મુદ્દો ફેસબુક પર પોસ્‍ટ કરી આયોજકોને વખોડતાં લખ્‍યું હતું કે ઇફ્‌તાર પાર્ટીમાં બીફનો વિકલ્‍પ ન હોવાના કારણે મારી સાથે લગભગ ૨૦ જેટલા હિન્‍દુ સભ્‍યો ઇફ્‌તાર પાર્ટીનો આનંદ ઉઠાવવાથી વંચિત રહ્યા હતા. તમે ઇફ્‌તાર પાર્ટીનો આનંદ ઉઠાવ્‍યો હતો, જયારે અમે જોતા રહી ગયા હતા. એક હિન્‍દુ નેતાએ નામ ન જણાવાની શરતે કહ્યું કે પાકિસ્‍તાન તરફી જમાતે ઇસ્‍લામીને તેઓ સમર્થન નહીં કરે.

(11:40 am IST)