Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

રોટલી બનાવવાની ઝંઝટમાંથી મુકિત જોઇએ છે ? તો ૧,૧૧,૦૦૦ ચુકવવા પડશે

આ મશીન જોઇને કેટલાક લોકો ખુશ છે

નવી દિલ્‍હી,તા. ૩: રોટલી બનાવતી વખતે સૌથી અદ્યરું કામ લોટ ગૂંદવાનું છે. વળી રોટલી ગોળ બનાવવી એ પણ એક કળા છે. જો તમને આ બન્ને પૈકી કોઈ એક અથવા બન્નેમાં ફાવટ ન હોય તો આ રોટલી બનાવવાનું મશીન તમારા માટે જ છે. રોટલી બનાવવા માટે કેટલો લોટ જોઈએ? કેટલું પાણી? તમને ફુલકા જોઈએ કે જાડી રોટલી? તમામ પ્રકારની રોટલી બનાવી શકે એવો દાવો મેન્‍યુફેક્‍ચર દ્વારા કરવામાં આવ્‍યો છે. એટલું જ નહીં, એને વાઇફાઇ સાથે જોડી દો તો તમે ઘરથી દૂર હોવા છતાં તમે ઇચ્‍છો એ પ્રમાણે રોટલી, પૂરી, પીત્‍ઝા માટેનો રોટલો એ તમામ બનાવી આપશે. એક વખત રોટલી બનાવવા માટે જરૂરી સામગ્રી મશીનમાં ફિટ કરી દો એ પછી નિરાંત. જોકે એકમાત્ર મુશ્‍કેલી છે એની ૧,૧૧,૦૦૦ લાખ રૂપિયાની કિંમત. આ મશીન જોઈને કેટલાક લોકો ખુશ છે. એક યુઝરે લખ્‍યું છે કે હવે રોટલીવાળીની જરૂર નથી. કારણ કે તમારી પાસે છે રોટલી બનાવી આપતુ મશીન છે. કોઈકે આની કિંમત જોઈને કહ્યું કે આના કરતાં તો હું જાતે જ રોટલી બનાવવાનું શીખી લઉં.

(11:39 am IST)