Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

આગામી શૈક્ષણિક સત્રથી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં રમતગમતનો વિષય ફરજિયાત

ઉચ્‍ચ શૈક્ષણિક સંસ્‍થાઓમાં શારીરિક અને માનસિક સ્‍વાસ્‍થ્‍ય સલાહકારો ઉપરાંત આરોગ્‍ય નિષ્‍ણાંતો રાખવાનું ફરજિયાત રહેશે : યુનિવર્સિટી ગ્રાન્‍ટ્‍સ કમિશન (UGC)ની ઉચ્‍ચ સ્‍તરીય સમિતિએ રાષ્‍ટ્રીય શિક્ષણનીતિ ૨૦૨૦ની ભલામણો હેઠળ શારીરિક તંદુરસ્‍તી, રમતગમત, વિદ્યાર્થી સ્‍વાસ્‍થ્‍ય, કલ્‍યાણ, માનસિક અને ભાવનાત્‍મક સ્‍વાસ્‍થ્‍ય પર આધારિત પ્રથમ માર્ગદર્શિકા તૈયાર કરી છે

નવી દિલ્‍હી,તા. ૩ : આગામી શૈક્ષણિક સત્રથી યુનિવર્સિટી અને કોલેજોમાં રમતગમત ફરજિયાત વિષય બનશે. જેમાં વિદ્યાર્થીઓને રમત-ગમતને લગતી પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવશે. ખાસ વાત એ છે કે હવે ઉચ્‍ચ શૈક્ષણિક સંસ્‍થાઓમાં શારીરિક અને માનસિક સ્‍વાસ્‍થ્‍ય સલાહકારો ઉપરાંત આરોગ્‍ય નિષ્‍ણાતો રાખવાનું ફરજિયાત રહેશે.

દેશભરની યુનિવર્સિટીઓ અને ઉચ્‍ચ શૈક્ષણિક સંસ્‍થાઓએ હવે વિદ્યાર્થીઓની શારીરિક, માનસિક તંદુરસ્‍તી અને ભાવનાત્‍મક સ્‍વાસ્‍થ્‍યનું ધ્‍યાન રાખવું પડશે. યુનિવર્સિટી ગ્રાન્‍ટ્‍સ કમિશન (UGC) ની ઉચ્‍ચ સ્‍તરીય સમિતિએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ની ભલામણો હેઠળ શારીરિક તંદુરસ્‍તી, રમતગમત, વિદ્યાર્થી સ્‍વાસ્‍થ્‍ય, કલ્‍યાણ, માનસિક અને ભાવનાત્‍મક સ્‍વાસ્‍થ્‍ય પર આધારિત પ્રથમ માર્ગદર્શિકા તૈયાર કરી છે.

તે રાજયો અને યુનિવર્સિટીઓને જાહેર કરવામાં આવશે. આગામી શૈક્ષણિક સત્રથી યુનિવર્સિટી અને કોલેજોમાં રમતગમત ફરજિયાત વિષય બનશે. જેમાં વિદ્યાર્થીઓને રમત-ગમતને લગતી પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવશે. ખાસ વાત એ છે કે હવે ઉચ્‍ચ શૈક્ષણિક સંસ્‍થાઓમાં શારીરિક અને માનસિક સ્‍વાસ્‍થ્‍ય સલાહકારો ઉપરાંત આરોગ્‍ય નિષ્‍ણાતો રાખવાનું ફરજિયાત રહેશે.

યુનિવર્સિટી ગ્રાન્‍ટ કમિશનની ઉચ્‍ચ સ્‍તરીય સમિતિનું માનવું છે કે વૈશ્વિક મહામારી કોરોના દરમિયાન, પ્રથમ વખત દરેક વ્‍યક્‍તિએ શારીરિક અને માનસિક તંદુરસ્‍તી સિવાય ભાવનાત્‍મક પાસાઓની જરૂરિયાત પર ધ્‍યાન આપ્‍યું છે. જો કે, યુવા પેઢી હજુ પણ ડિજિટલ ઉપકરણમાં ખોવાયેલી છે. આવી સ્‍થિતિમાં, શારીરિક અને માનસિક તંદુરસ્‍તી ઉપરાંત, યુવાનોએ તેમના ભાવનાત્‍મક સ્‍વાસ્‍થ્‍ય પર ધ્‍યાન આપવું પણ જરૂરી છે. નેશનલ એજયુકેશન પોલિસીમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્‍યો હતો. તેના આધારે તૈયાર કરવામાં આવી છે.

શાળાઓમાં રમતગમત ફરજિયાત વિષય છે, પરંતુ ઉચ્‍ચ શૈક્ષણિક સંસ્‍થાઓમાં એક વિકલ્‍પ રહે છે. આ વિષયોને ફરજિયાત બનાવવાનો પણ આ આધાર છે, જેથી તમામ વિદ્યાર્થીઓ કેમ્‍પસ જીવન દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં સામેલ થાય. નિષ્‍ણાંતોનું માનવું છે કે રમત-ગમત સહિતની આવી પ્રવૃતિઓથી વિદ્યાર્થીઓને અભ્‍યાસ સહિત તણાવ દૂર કરવામાં મદદ મળશે. અગાઉ ૨૦૧૯જ્રાક્રત્‍ન, શ્‍ઞ્‍ઘ્‍ ઉચ્‍ચ શૈક્ષણિક સંસ્‍થાઓને ફિટનેસ પ્‍લાન મોકલ્‍યા હતા. જેમાં શાળાઓની જેમ દરેક માટે એક કલાકનો સ્‍પોર્ટ્‍સ પીરિયડ હોવો ફરજિયાત કરવામાં આવ્‍યો હતો. જેમાં સ્‍પોર્ટ્‍સ એક્‍ટિવિટી, યોગ, સાયકલીંગનો વિકલ્‍પ આપવામાં આવ્‍યો હતો. આ ઉપરાંત, નૃત્‍ય, પરંપરાગત શિસ્‍ત દ્વારા ફિટનેસ પર ભાર મૂકવામાં આવે છે. દર ત્રણ મહિને રમતગમતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

આ માર્ગદર્શિકાનો હેતુ વિદ્યાર્થીઓમાં શારીરિક, રમતગમતની પ્રવૃત્તિઓ અને હકારાત્‍મક વિચારસરણીને પ્રોત્‍સાહન આપવાનો છે. તમામ વિદ્યાર્થીઓએ તાણ, દબાણ અને વ્‍યવહારિક સમસ્‍યાઓને દૂર કરવી અને સ્‍વસ્‍થ માનસિક સ્‍થિતિ જાળવવી જરૂરી છે. વિદ્યાર્થીઓ અભ્‍યાસ સહિત અન્‍ય કારણોસર દબાણમાં રહે છે, આ તેમને મદદ કરશે. - પ્રો. એમ જગદેશ કુમાર, ચેરમેન યુનિવર્સિટી ગ્રાન્‍ટ કમિશન

હવે તમામ યુનિવર્સિટી અને કોલેજોમાં વિદ્યાર્થી સેવા કેન્‍દ્રો શરૂ કરવાના રહેશે. નિયામક અથવા ડીન કક્ષાના પ્રોફેસર રેન્‍ક અથવા ભૌતિક શિક્ષકને જવાબદારી સોંપવામાં આવશે. કાઉન્‍સેલિંગ ઓનલાઈન અથવા ટેલિફોન દ્વારા કરવામાં આવશે. આ બધું સિંગલ વિન્‍ડો સિસ્‍ટમ હેઠળ કામ કરશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ગામડાઓની મહિલાઓ અને પછાત બાળકોને મદદ કરવાનું શીખવવામાં આવશે.

ઉચ્‍ચ શૈક્ષણિક સંસ્‍થાઓના કેમ્‍પસમાં પેડેસ્‍ટ્રિયન ટ્રેક ફરજિયાત બનાવવામાં આવશે. તેનો હેતુ એક વિભાગમાંથી બીજા વિભાગ, પુસ્‍તકાલય, હોસ્‍ટેલ વગેરેમાં જવા માટે કારને બદલે કેમ્‍પસમાં ચાલવાની આદત કેળવવાનો છે. તેનાથી ફિટનેસને પણ પ્રોત્‍સાહન મળશે.

(11:31 am IST)