Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

કાલથી ખુલશે દેશનો સૌથી મોટો IPO

IPO મારફત સરકાર LICનો ૩.૫ ટકા હિસ્‍સો વેંચશે : ૨૧૦૦૦ કરોડ એકઠા કરવા ટાર્ગેટ : તા. ૪ થી ૯ સુધી ઇસ્‍યુ ખુલશે : ૧૨મીએ એલોટમેન્‍ટ : ૧૭મીએ લિસ્‍ટીંગ : LICના IPOને એન્‍કર રોકાણકારો તરફથી મળ્‍યો જોરદાર પ્રતિસાદ : થોડા જ કલાકોમાં ૧૦૦ ટકાથી વધુ ભરાયો

મુંબઇ તા. ૩ : દેશની સૌથી મોટી વીમા કંપની દેશનો સૌથી મોટો IPO લાવવા જઇ રહી છે. આ ઇસ્‍યુ આવતીકાલે ખુલશે અને ૯મીએ બંધ થશે. સરકાર ઓફર ફોર સેલમાં પોતાની ૩.૫ ટકા ભાગીદારી વેંચશે. પહેલા ૫ ટકા સ્‍ટેક વેંચવાનો પ્‍લાન હતો પણ પછી ઘટાડીને ૩.૫ ટકા કરી દેવાયો હતો. એલઆઇસીના IPOનું કાઉન્‍ટડાઉન શરૂ થતાં રોકાણકારોમાં પણ થનગનાટ જોવા મળી રહ્યો છે. સરકારને આશા છે કે આ IPOમાં રિટેલ રોકાણકારો જોરદાર રસ લેશે. જેમાં માોટભાગના એવા રોકાણકારો હશે જેઓ કોઇ IPOમાં પહેલીવાર ભાગ લેશે. પ્રાઇસ બેન્‍ડ ૯૦૨ થી ૯૪૯ પ્રતિ શેર છે.
આવતીકાલે એટલે કે ચોથી મેના રોજ દેશનો સૌથી મોટો આઈપીઓ ખુલી રહ્યો છે. અંસખ્‍ય રિટેલ રોકાણકારો આ આઈપીઓની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રિટેલ રોકાણકારો માટે આઈપીઓ ખુલ્‍યા પહેલા બીજી મેના રોજ એન્‍કર રોકાણકારો માટે આઈપીઓ ખુલ્‍યો હતો. બીજી મેના રોજ થોડી જ વારમાં એન્‍કર રોકાણકારો માટેનો હિસ્‍સો ભરાઈ ગયો હતો. સીએનબીસી ટીવી-૧૮એ સૂત્રોના હવાલેથી આ સમાચાર આપ્‍યા હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઇશ્‍યૂમાં સોમવારે નોર્ગેસ બેંક ઇન્‍વેસ્‍ટમેન્‍ટ મેનેજમેન્‍ટ અને જીઆઈસી (GIC)એ રોકાણ કર્યું છે. નોર્ગેસ બેંક નોર્વેનું સોવરેન વેલ્‍થ ફંડ છે, જયારે જીઆઈસી સિંગાપુરનું સોવરેન વેલ્‍થ ફંડ છે.
આઈપીઓ મારફતે સરકાર એલઆઈસીનો ૩.૫ ટકા હિસ્‍સો વેચશે અને ૨૧,૦૦૦ કરોડ રૂપિયા એકઠા કરશે. પહેલા સરકારની યોજના એલઆઈસીનો પાંચ ટકા હિસ્‍સો વેચવાની હતી. જોકે, રશિયા અને યુક્રેન યુદ્ધને પગલે વૈશ્વિક બજારની સ્‍થિતિ ડામાડોળ બનતા સરકારે આઈપીઓ મુલતવી રાખ્‍યો હતો.
સરકાર માટે સારા સમાચાર છે. ઓછામાં ઓછા પાંચ મ્‍યુચ્‍યુઅલ ફંડોએ કહ્યું છે કે તેઓ એલઆઈસી (LIC)ના આઈપીઓ (IPO)માં રોકાણ કરશે. જેમાં દેશના સૌથી મોટા મ્‍યુચ્‍યુઅલ ફંડનો પણ સમાવેશ થાય છે. એસબીઆઈ મ્‍યુચ્‍યુઅલ ફંડ આદિત્‍ય બિરલા એસએલ મ્‍યુચ્‍યુઅલ ફંડ એચડીએફસી મ્‍યુચ્‍યુઅલ ફંડ અને કોટક મ્‍યુચ્‍યુઅલ ફંડ એલઆઈસીના આઈપીઓમાં પ્રત્‍યેક ૧૫૦થી ૧,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. એલઆઈસીને રિટેલ રોકાણકારો તરફથી પણ સારા રિસ્‍પોન્‍સની અપેક્ષા છે.
એલઆઈસી માને છે કે તેનો આઈપીઓ રિટેલ કેટેગરીમાં ઓછામાં ઓછી ૭ મિલિયન અરજીઓ આવી શકે છે. આ છેલ્લા નાણાંકીય વર્ષમાં આઈપીઓ માટેની કુલ રિટેલ અરજીઓ કરતાં પાંચ ગણી વધુ છે. અંગ્રેજી બિઝનેસ વેબસાઈટ ઈકોનોમિક ટાઈમ્‍સે આ સમાચાર આપ્‍યા છે. તેમણે સૂત્રોને ટાંકીને આ વાત જણાવી છે.
એલઆઈસીની સ્‍થાપના ૧ સપ્‍ટેમ્‍બર, ૧૯૫૬ના રોજ કરવામાં આવી હતી. આ માટે ૨૪૫ ખાનગી જીવન વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્‍યું હતું. પછી તેને મર્જ કરવામાં આવી હતી. તેની શરૂઆતી કેપિટલ ૫ કરોડ હતી. તેની સ્‍થાપનાથી વર્ષ ૨૦૦૦ સુધી તે દેશની એકમાત્ર જીવન વીમા કંપની હતી.
આઈપીઓ વોચના જણાવ્‍યા પ્રમાણે સોમવારે ગ્રે માર્કેટમાં એલઆઈસીનો એક શેર ૭૫ રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો હતો. એલઆઈસીના આઈપીઓનું જીએમપી ૧૫ રૂપિયાથી વધીને ૭૫ રૂપિયા સુધી પહોંચ્‍યું છે.
એલઆઈસીના શેરનું અલોટમેન્‍ટ ૧૬મીના રોજ થશે. જે લોકોને શેર નથી લાગ્‍યા તેમના ખાતામાં ૧૭મી મે સુધી શેર આવી જશે. જેમને શેર નથી લાગ્‍યા તેમના પૈસા પરત આવી જશે.
આ આઈપીઓમાં એલઆઈસીના પોલિસીધારકોને ૬૦ રૂપિયાનું ડિસ્‍કાઉન્‍ટ મળશે. બીજી તરફ રિટેલ રોકાણકારો અને કર્મચારીઓને ૪૫ રૂપિયા ડિસ્‍કાઉન્‍ટ મળશે.
પોલિસીધારકોને આઈપીઓ પ્રત્‍યે પ્રોત્‍સાહિત કરવા માટે આ આઈપીઓમાં ૧૦ ટકા હિસ્‍સો પોલિસીધારકો માટે અનામત રાખવામાં આવ્‍યો છે. આ ઉપરાંત આઈપીઓમાં કર્મચારીઓ માટે પણ અમુક ટકા હિસ્‍સો અનામત રહેશે.
આશરે ૫૦ ટકા હિસ્‍સો ક્‍વોલિફાઇડ ઇન્‍સ્‍ટિટ્‍યૂશનલ બાયર્સ (મ્‍ત્‍ગ્‍) માટે અનામત હશે. આઈપીઓનો આશરે ૧૫ ટકા હિસ્‍સો નોન-ઇન્‍સ્‍ટિટ્‍યૂશનલ ઇન્‍વેસ્‍ટર્સ (ફત્‍ત્‍) અને ૩૫ ટકા હિસ્‍સો રિટેલ રોકાણકારો માટે અનામત હશે.
સરકારે ફેબ્રુઆરીમાં સેબી સમક્ષ રજૂ કરેલા દસ્‍તાવેજ પ્રમાણે એલઆઈસીનો આઈપીઓ માર્ચ ૨૦૨૨ના અંત સુધીમાં લિસ્‍ટ થવાનો હતો. જોકે, રશિયા અને યુક્રેન યુદ્ધને પગલે વિશ્વભરના બજારોમાં આવેલી મંદીને પગલે સરકારે આઈપીઓ લોંચ કરવાનો પ્‍લાન મુલતવી રાખ્‍યો હતો.
રિટેલ રોકાણકારો એલઆઈસીના આઈપીઓમાં લોટમાં બીડ કરી શકશે. એક લોટમાં ૧૫ શેર હશે. એલ લોટ માટે ઓછામાં ઓછું રૂા. ૧૪,૨૩૫નું રોકાણ કરવું પડશે. વધુમાં વધુ ૧૪ લોટ માટે બોલી લગાવી શકશે. આ માટે ૨૧૦ શેર માટે રૂા. ૧૯૯,૨૯૦નું રોકાણ કરવું પડશે.

 

(10:27 am IST)