Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

ઈદનો ચાંદ દેખાયો, પીએમ મોદી અને રાહુલ ગાંધીએ ટ્વીટ કરી આપી શુભેચ્છા

આજે રમઝાનના પવિત્ર મહિનાનો છેલ્લો દિવસ: દેશના રાજકીય નેતા આ દિવસે દેશવાસીઓને ઈદની શુભેચ્છા આપી રહ્યાં છે

નવી દિલ્હી : પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી કહ્યુ કે ઈદ-ઉલ-ફિતરની હાર્દિક શુભકામનાઓ. હું બધા દેશવાસીઓની સારા સ્વાસ્થ્ય અને સંપન્નતાની પ્રાર્થના કરૂ છું. 

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ કે, ઈદ મુબારક! આ પાવન પર્વ પ્રેમની ભાવનાનો સંચાર કરે, અને આપણે બધાને ભાઈચારા અને સદ્ભાવના બંધમાં બાંધે. 

  દિલ્હી સહિત દેશભરમાં આજે ચાંદ દેખાયા બાદ મુસ્લિમ સમુદાયના લોકો ઈદનો તહેવાર મનાવી રહ્યાં છે. આજે રમઝાનના પવિત્ર મહિનાનો છેલ્લો દિવસ છે. દેશના રાજકીય નેતા આ દિવસે દેશવાસીઓને ઈદની શુભેચ્છા આપી રહ્યાં છે. આ ક્રમમાં પ્રધાનમંત્રી મોદી અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓએ ટ્વીટ કરી શુભેચ્છા આપી છે.

(9:47 am IST)